બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર આ દિવસોમાં મધરહૂડ એન્જોય કરી રહી છે. 21 ફેબ્રુઆરી 2021ના રોજ તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. હાલમાં જ અભિનેત્રીએ તેના પ્રેગ્નેંસીના દિવસોને યાદ કર્યા છે. તેણે એ જણાવ્યુ છે કે, તેને પ્રેગ્નેંસી દરમિયાન શુ ખાવાનું મન થતુ હતુ.
આ વિશે જણાવતા તેણે કહ્યુ કે, જયારે હું પ્રેગ્નેટ હતી ત્યારે મને સતત પિજ્ઝા અને પાસ્તા ખાવાની ઇચ્છા થતી હતી. આ વિચિત્ર હતુ કે મને બંને બાળકો દરમિયાન આવું થયુ. કરીના કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
કરીના કપૂરે એ પણ જણાવ્યુ કે, કપૂર પરિવાર ઘણો ફૂડી રહ્યો છે અને ખાવામાં ખુશી મળે છે. કરીના કપૂરની માનીએ તો, ડિનર ટેબલ પર એ જ કહેવામાં આવે છે કે, કોઇ ખાઇ રહ્યુ છે. અમે લોકો ખાઇ રહ્યા છીએ, પી રહ્યા છીએ, હસી રહ્યા છીએ કારણ કે ખાવાનું એક એવી વસ્તુ છે જેને એન્જોય કરવું જોઇએ.
તમને જણાવી દઇએ કે, કરીના કપૂર ખાન હાલમાં તેના શો Star vs Food ને લઇને ચર્ચામાં છે. તે તેમાં કુકિંગ કરતી જોવા મળી રહી છે અને તેણે શુટિંગ દરમિયાન તેના બેડરૂમ સીક્રેટને પણ ઉજાગર કર્યુ હતુ. તે હાલ સોશિયલ મીડિયામાં છવાયેલી છે. આ શોમાં મલાઇકા અરોરા, અર્જુન કપૂર, કરણ જોહર અને “સ્કેમ 1992” ફેમ પ્રતિક ગાંધી પણ જોવા મળશે.
કરીના કપૂર Star vs Food શો કિચનમાં તેનું ટેલેન્ટ બતાવતી જોવા મળશે. તેણે હાલમાં જ આશોનું ટીઝર પણ શેર કર્યુ હતુ. આ શો ડિસ્કવરી પ્લસ પર લાઇવ થવાનો છે.