લે બોલો કરિના ખાને ગર્ભાવસ્થામાં આ રીતે ખૂબ પૈસા બચાવી લીધા પણ અન્ય અભિનેત્રીએ ખુલ્લેઆમ આટલા ઉડાવ્યા, જુઓ
બૉલીવુડ અને ફેશનને એક ઊંડો સંબંધ છે. અભિનેત્રીઓ હંમેશા તેમની ફેશન અને વૈભવી લાઈફ સ્ટાઇલ માટે ઓળખવામાં આવે છે. કરીના કપૂર પણ ફેશનના મામલામાં ખુબ જ આગળ છે, પરંતુ હાલ તે પોતાની પ્રેગ્નેન્સીના દિવસોનો આનંદ માણી રહી છે. જયારે બીજી કેટલીક અભિનેત્રીઓ આ 4-5 મહિનામાં જ લાખો રૂપિયા માત્ર પોતાની ફેશન પાછળ ખર્ચી નાખ્યા છે. ચાલો જોઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ.
1. નોરા ફતેહી:
પોતાના ડાન્સ મૂવ્સ માટે જાણીતી અભિનેત્રી નોરા પણ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. નોરાના ચાહકો પણ દુનિભારમાં ફેલાયેલા છે. તો ફેશનના મામલામાં પણ નોરા ખુબ જ આગળ છે. આ દિવસોમાં નોરાનું ગોલ્ડન કફ્તાન ખુબ જ ચર્ચામાં છે. જો કે કફ્તાન કરતા તેની કિંમત લોકોનું વધારે ધ્યાન ખેંચી રહી છે. નોરાના હાઈ હિલ્સની કિંમત 87 હાજર રૂપિયા છે.
2. ઉર્વશી રૌતેલા:
ઉર્વશીના આ ગાઉંનની કિંમત સાંભળીને જ આપણને ચક્કર આવી જાય. તેના આ ગાઉનને લોરીએ ડિઝાઇન કર્યું છે. એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું હતું કે આ ગાઉન ખુબ જ લાંબુ છે. આ ડ્રેસમાં સ્ફટિક છે જે તેને ચમક આપે છે. આ ગાઉંનની જો કિંમતની વાત કરવામાં આવે તો તેની કિંમત લગભગ 10 લાખ રૂપિયા છે.
હવે આ પહેલીવાર નથી કે ઉર્વશી આટલા મોંઘા કપડાં પહેરીને ચર્ચામાં આવી ઘોય. આ પહેલા પણ ઉર્વશીએ એક મિત્રના લગ્નમાં 15 લાખ રૂપિયાની સાડી પહેરી હતી. આ ઉપરાંત નેહા કક્ક્ડના લગ્નમાં તેને જે ઘરેણાં અને લહેંગો પહેર્યો હતો તેની કિંમત પણ 55 લાખ રૂપિયા જણાવવામાં આવી હતી.
3. કરીના કપૂર:
બોલીવુડની બેબો કરીના કપૂર પણ ફેશનના મામલામાં એક કદમ આગળ છે, પરંતુ હાલ તે પોતાની પ્રેગ્નેન્સીના દિવસો માણી રહી છે, પરંતુ તેની ફેશન સેન્સ આ દિવસોમાં પણ દેખાઈ આવે છે. હાલ તે પોતના મનગમતા કફ્તાન લુકમાં વારંવાર સ્પોટ થાય છે.
બેબો પોતાની પ્રેગ્નેન્સીમાં પણ ખુબ જ સસ્તા ડ્રેસમાં જોવા મળી હતી. તેને જે સફેદ કફતના પહેર્યું હતું તેની કિંમત પણ માત્ર 2000 રૂપિયા જ હતી.
કરીનાના આ ભૂરા અને સફેદ પ્રિન્ટના કો ઓર્ડ ડ્રેસની પણ ખુબ જ સસ્તો હતો. આ જયપુરના ઓર્ડ સેની કિંમત 3000 રૂપિયા છે.
તો તેના આ ઓરેન્જ વન પીઆઈએસ પણ એટલો મોંઘો નથી. મધ્યમવર્ગના લોકો પણ તેને ખરીદી શકે છે. તેની કિંમત પણ માત્ર 5500 રૂપિયા છે.
આ ઉપરાંત કરીનાએ પોતાની પ્રેગ્નેન્સીની અંદર ખુબ જ સસ્તા કપડા જ પહેર્યા છે જેની કિંમત 12 હજારથી લઈને 15 હજાર સુધીની જ હતી.