પહેલા બાળક “તૈમુર”ના નામ પહેલા સૈફના મગજમાં આવ્યુ હતુ આ નામ, વાંચો સમગ્ર વિગત
બોલિવુડ અભિનેત્રી અને પટૌડી પરિવારની વહુ કરીના કપૂરે 21 ફેબ્રુઆરીએ જ તેના બીજા બાળકને જન્મ આપ્યો છે. કરીના કપૂરે દીકરાને જન્મ આપ્યો છે. આ સાથે જ કરીના કપૂર અને સૈફ અલી ખાનનો પહેલો દીકરો તૈમુર અલી ખાન મોટો ભાઇ બની ગયો છે અને સૈફ અલી ખાન ચાર બાળકોના પિતા બની ચૂક્યા છે.
કરીના કપૂર અને સૈફના બીજા બાળકને લઇને ચાહકો ખૂબ જ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ઘણા સેલિબ્રિટીઝ પણ તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. આ વચ્ચે ચાહકો એ વાતને લઇને ઉત્સાહિત છે કે, કરીના અને સૈફના બીજા બાળકનું નામ શું હશે.
કરીના અને સૈફના પહેલા દીકરા તૈમુરના નામને લઇને ઘણો વિવાદ થયો હતો. પરંતુ કરીનાએ તેના દીકરાનું નામ બરાબર રાખ્યુ હતું. એ જ સમયે સૈફના મગજમાં પણ દીકરા માટે એક નામ હતું
કરીનાએ વર્ષ 2018માં ઇંડિયા ટુ ડે સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, તે જયારે હોસ્પિટલમાં હતી ત્યારે તેના એક રાત પહેલા સૈફે તેનેે પૂછયુ હતુ કે, તે તૈમુરના નામને લઇને શ્યોર છે. સૈફે તે સમયે બેબીનું નામ “ફૈઝ” કહ્યુ હતુ.
સૈફનુ કહેવુ હતુ કે ફૈઝ એક રોમેન્ટિક અને કવિત્વપૂર્ણ નામ છે. જો કે, કરીનાએ જણાવ્યુ હતુ કે, જો છોકરો આવશે તો તે તેને ફાઇટર બનાવશે અને તૈમુરના નામનો મતલબ લોખંડ છે.
કરીનાએ કહ્યુ હતુ કે, તૈમુરના નામનો મતલબ લોખંડ છે અને તે એક આઇરન મેનને જન્મ આપવા ઇચ્છે છે. તેણે કહ્યુ હતુ કે તેને આ નામ પર ગર્વ છે.
તમને જણાવી દઇએ કે, કરીના અને સૈફે તેમના બીજા બાળકનું નામ વિચાર્યુ નથી પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, તેઓ તેમના બીજા બાળકનું નામ ફૈઝ રાખી શકે છે.