ઘર બહાર કરીના કપૂર થઇ સ્પોટ, બ્લુ ડેનિમ અને પ્રિંટેડ શર્ટમાં જોવા મળ્યો અજીબ લુક, તસવીરો થઇ રહી છે વાયરલ

મોઢા પર કરચલી, સોજો અને અજીબ ચહેરા સાથે જોવા મળી કરીના કપૂર, મેકઅપ વગર આવી દેખાય છે જુઓ

બોલિવુડ સેલેબ્સ હવે તેમના અપકમિંગ પ્રોજેક્ટ પૂરા કરવામાં જોડાઇ ચૂક્યા છે. ત્યાં હવે સેલેબ્સની લાઇફ પણ નોર્મલ જોવા મળી રહી છે. તેઓ હવે પાર્ટી અને ઇવેન્ટ્સમાં સામેલ થઇ રહ્યા છે. આ વચ્ચે બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન તેના એપાર્ટમેન્ટ બહાર જોવા મળી હતી.. આ દરમિયાન તે અલગ જ લુકમાં સ્પોટ થઇ હતી. બીજા દીકરા જહાંગીરના જન્મ બાદ કરીના ફરીથી પરફેક્ટ ફિગરમાં પાછી આવી રહી છે.

કરીનાને બ્લુ ડેનિમ અને પ્રિંટેડ શર્ટમાં ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા અને ગોગલ્સ પહેર્યા હતા. કરીનાની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર તસવીરો સામે આવતા જ ચાહકોના તો હોંશ ઉડી ગયા હતા.

કરીનાની સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, તેના ચહેરા પર કરચલી અને સોજો જોવા મળ્યો. મેકઅપ વિના કરીનાનો અજીબ ફેસકટ જોઇ ચાહકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. આમ તો કરીનાને ઘણી વાર નો મેકઅપ લુકમાં સ્પોટ કરવામાં આવે છે અને તે નો મેકઅપ લુકમાં પણ ખૂબસુરત લાગતી હોય છે, પરંતુ આ દરમિયાનનો તેનો લુક થોડો અજીબ હતો.

કરીના કપૂર પર એક યુઝરે કમેન્ટે કરતા લખ્યુ કે, તેના ચહેરાને શુ થઇ ગયુ, આ તો વૃદ્ધ દેખાવા લાગી. એક અન્યએ પૂછ્યુ, આખરે આ શુ થઇ ગયુ કરીના કપૂરને. એક બીજા યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, આનો ચહેરો આટલો અજીબ કેમ દેખાઇ રહ્યો છે. આવી રીતે અનેક લોકોએ તેના પર કમેન્ટ કરી છે.

તમને જણાવી દઇએ કે, આ વર્ષે જ કરીના કપૂરે તેના બીજા દીકરા જહાંગીરને જન્મ આપ્યો છે. દીકરાના જન્મના કેટલાક મહિના બાદ જ તે કામ પર પાછી આવી ગઇ હતી. આ વચ્ચે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તેનો ડિફરેંટ લુક જોવા મળ્યો.

થોડા સમય પહેલા જ કરીના તેના નાના દીકરા સાથે ઘર બહાર સ્પોટ થઇ હતી. કરીના અને તૈમુર સાથે સાથે હવે જેહ પણ તેની તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. ઘણીવાર ઘર નીચે નૈનીના ખોળામાં જેહ જોવા મળે છે. જો કે, શરૂઆતમાં કરીના અને સૈફે તેમના દીકરાનો ચહેરો છૂપાવીને રાખ્યો હતો.

Image source

વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના આમિર ખાન સાથે ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રીલિઝ થશે. આ ઉપરાંત હાલ તો કરીના પાસે કોઇ બોલિવુડ ફિલ્મની ઓફર નથી.

Shah Jina