સાસુ શર્મિલા સાથે કેવો છે વહુ કરીના કપૂર ખાનનો સંબંધ, અલગ ઘરોમાં રહે છે બંને

કરીના કપૂરે સાસુ માં શર્મિલા ટાગોર વિશે જે કંઇ પણ કહ્યુ, તે બધી વહુને જરૂર સાંભળવું જોઇએ

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને તેની સાસુ શર્મિલા ટાગોરે બોલિવુડમાં અલગ અલગ ઓળખ બનાવી છે. બંનેની ખૂબસુરતીની ચર્ચા મશહૂર છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે સાસુ-વહુના રિલેશન વિશે.

કરીના કપૂર ખાને પોડકાસ્ટ સેશન દરમિયાન “ધ લેડીઝ સ્ટડી ગ્રુપ” સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે, તેની સાસુ શર્મિલા સાથે તેનાા કેવા સંબંધ છે. તેણે આ વિશે કહ્યુ કે, હું ઘણી નર્વસ થઇ જઉ છુ જયારે લોકો મને મારી સાસુ શર્મિલા ટાગોર વિશે પૂછે છે. પૂરી દુનિયા મારી સાસુ વિશે જાણે છે. હું ભાગ્યશાળી છુ કે મને તેમના જેવી સાસુ મળી. જો સાચુ કહુ તો તે સૌથી સુંદર અને ગ્રેસફુલ મહિલાઓમાંના એક છે.

કરીનાએ કહ્યુ કે, તે ખૂબ જ કમાલના છે, તે એવી મહિલા છે જેમણે કયારેક ઇંડસ્ટ્રી પર રાજ કર્યુ. હું કિસ્મતવાળી છુ કે તેમને આટલી ઉંડાણપૂર્વક સમજી શકી. તે ખૂબ જ કેરિંગ, પ્રેમાળ અને શાલીન છે. તે એવા છે કે તેઓ હંમેશા તેમના બાળકો માટે નહિ પણ ગ્રાંડ ચિલ્ડ્રન માટે હાજર રહે છે. આટલું જ નહિ તે તેમની વહુ માટે પણ હાજર રહે છે.

તેણે તેની સાસુ અનેે એક જમાનાની ખૂબસુરત અને હિટ અભિનેત્રીઓમાંની એક શર્મિલા ટાગોર વિશે કહ્યુ કે, સંભવત: સમગ્ર દુનિયા મારી સાસુ વિશે જાણે છે અને હું કિસ્મતવાળી છુ કે, હું તેમને મારી સાસુ કહુ છું.

કરીનાએ જણાવ્યુ કે, શર્મિલાએ તેને તેના પરિવાર જેવું મહેસૂસ કરાવ્યુ. તમને જણાવી દઇએ કે, કરીના કપૂરે 21 ફેબ્રુઆરી 2021ના રોજ તેના બીજા દીકરાનેે જન્મ આપ્યો હતો. તેણે જણાવ્યુ કે, તેની સાસુ શર્મિલા હજી સુધી તેમના બીજા પોત્રને મળી શકી નથી.

કરીનાએ કહ્યુ, તમે તમારા પોત્રને ના મળી શક્યા, જે આપણા પરિવારનો નવો સભ્ય છે. પરંતુ અમે રાહ જોઇ રહ્યા છીએ કે એક પરિવાર રૂપે એકવાર ફરી જોડાઇ શકીએ. તમારી સાથે કેટલોક સમય વીતાવી શકીએ.

Shah Jina