પ્રેગ્નેટ થઇ આલિયા દીકરી તો નાના બનવાની ખુશીમાં ફૂલ્યા નથી સમાઇ રહ્યો કરણ જોહર, જુઓ શું કરી બેઠો
કપૂર પરિવારમાં જલ્દી જ કિલકારીઓ ગુજવાની છે. રણબીર અને આલિયા જલ્દી જ પેરેન્ટ્સ બનવાના છે. બોલિવુડના મોસ્ટ એડોરેબલ કપલ રણબીર અને આલિયાના જીવનમાં હવે એક નાનકડો મહેમાન આવવાનો છે. આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી પોતાની પ્રેગ્નેંસીની ખુશ ખબરી ચાહકો સાથે શેર કરી છે. ત્યારથી ચાહકો ખુશીથી ઝૂમી રહ્યા છે. આલિયા ભટ્ટે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેની પ્રેગ્નન્સીના સારા સમાચાર શેર કરતાં જ સોશિયલ મીડિયા પર અભિનંદનની કતાર લાગી છે. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી, દરેક આલિયાને શુભકામનાઓ આપી રહ્યા છે.
આલિયા ભટ્ટની પ્રેગ્નન્સીની પોસ્ટ સોશિયલ મીડિયા પર હાલ છવાયેલી છે. આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. પહેલા ફોટોમાં તે હોસ્પિટલના બેડ પર પડેલી જોવા મળી રહી છે. તે સોનોગ્રાફી કરાવી રહી છે. કોમ્પ્યુટર સ્ક્રીન પર હાર્ટ ઈમોજી મૂકવામાં આવ્યુ છે. સ્ક્રીન પર બેબી કપૂરને જોયા બાદ આલિયાની ખુશીનો પાર રહ્યો નથી. તેની ખુશી જોતા જ બની રહી છે. આલિયા પાસે એક વ્યક્તિ પણ બેઠો છે. જેની બેકસાઇડ તસવીરમાં જોવા મળી રહી છે. જો કે, આ રણબીર કપૂર જેવો દેખાય છે.
આલિયા ભટ્ટની પ્રેગ્નન્સીથી કરણ જોહર ઘણો જ ખુશ અને ઉત્સાહિત છે. કરણે આલિયાની પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તેણે આલિયાની પોસ્ટ પર કમેન્ટ કરવાની સાથે ઇન્સ્ટા સ્ટોરીમાં પણ કેપ્શન સાથે એક પોસ્ટ શેર કરી છે.પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આલિયા-રણબીરની તસવીર શેર કરતા કરણ જોહરે કેપ્શનમાં લખ્યું- “બંનેને ઘણો પ્રેમ, મારી બેબી માતા બનવા જઈ રહી છે. હું મારી લાગણીઓ વ્યક્ત કરવામાં અસમર્થ છું. હું આ માટે ખૂબ જ ઉત્સાહિત છું. લવ યુ બોથ.”
તમને જણાવી દઈએ કે આલિયા અને કરણ વચ્ચે ઈમોશનલ બોન્ડિંગ છે. આલિયા કરણને પોતાનો પિતા માને છે અને તેના પુત્ર યશને રાખડી બાંધે છે. માટે આલિયાની પ્રેગ્નન્સી કરણ માટે કોઈ ઈમોશનલ મોમેન્ટથી કમ નથી.જણાવી દઇએ કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન બે મહિના પહેલા એપ્રિલ 2022માં થયા હતા. બંનેના લગ્નની તસવીરો હેડલાઇન્સમાં રહી હતી. આવી સ્થિતિમાં લગ્નના બે મહિના બાદ જ પ્રેગ્નન્સીની જાહેરાત કરતા આ કપલના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.