સુશાંત સિંહ રાજપૂતની ચોથી ડેથ એનિવર્સરી પર ધ્રુસકેને ધ્રુસકે રડી આ મોટી હસ્તી, કહ્યું કે આ વ્યક્તિએ કાળા જાદુ…જુઓ વીડિયો
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આજે ભલે આ દુનિયામાં નથી. જો કે, તાજેતરમાં તેમની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેમની યાદમાં પૂજા અને પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ પ્રાર્થના સભામાં ટીવી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોએ ભાગ લીધો હતો. સુશાંતના નજીકના મિત્રો ખાસ કરીને ટીવીની દુનિયામાંથી ઘણા સેલેબ્સ આવ્યા હતા. આ પ્રાર્થના સભાનો એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે, જેમાં સુશાંતની ચોથી ડેથ એનિવર્સરી પર એક છોકરી ઈમોશનલ થતી જોવા મળી રહી છે અને તે કેમેરા સામે રડી પણ રહી છે.
વ્હાઇટ ચિકનકારી કુર્તામાં રડતી આ છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગયો. જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતની પ્રાર્થના સભામાં ટીવી એક્ટ્રેસ ક્રિસન બેરેટોએ હાજરી આપી હતી. અભિનેત્રી તેના મિત્ર સુશાંતને યાદ કરીને રડી પડી હતી. ક્રિસન બેરેટોએ સુશાંતની યાદમાં કહ્યું, “તે આના બિલકુલ પણ હકદાર નહોતો, તે એક બાળક જેવો હતો, તે સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવી નાની બાબતોમાં ખૂબ જ ખુશ રહેતો અને ચોકલેટ ખાવામાં તો તે ખૂબ જ ઉત્સાહિત થઈ જતો.
ક્રિસન બેરેટોનો આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં તે સુશાંતને યાદ કરીને રડતી જોવા મળી રહી છે. જો કે, આ વીડિયો પર કેટલાક લોકો ડ્રામા કરવાની વાત કરી રહ્યા છે જ્યારે ઘણા સુશાંતને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુશાંતના નિધન પછી, ક્રિસન બેરેટોએ એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી. આ ઉપરાંત રિયા ચક્રવર્તી પર કાળા જાદુ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
View this post on Instagram