શા કારણે દિગ્ગજ કોમેડિયન કપિલ જોવા મળ્યો વ્હીલચેરમાં ? કપિલે કોને દીધી ગાળ? જુઓ વિડીયો

દિગ્ગજ કોમેડિયન કપિલનો ગુસ્સો તો જુઓ

ટીવી ઉપર સૌને હસાવી હસાવીને લોથપોથ કરનાર શો “ધ કપિલ શર્મા શો”ના કોમેડિયન કપિલ શર્મા હાલમાં જ  પિતા બન્યો છે જેના કારણે તે થોડા દિવસ આ શો નથી કરી રહ્યો, પરંતુ આ બધા વચ્ચે જ કપિલ શર્મા વ્હીલચેર ઉપર સ્પોટ થયેલો જોવા મળતા તેના ચાહકો ચિંતામાં ડૂબી ગયા છે. ચાહકો જાણવા માંગે છે કે કપિલ શર્માને આખરે થયું છે શું ?

સોમવારના રોજ કપિલ એરપોર્ટ પરથી વ્હીલચેરમાં બહાર નીકળવા દરમિયાન સ્પોટ થયો હતો. તે એક સ્ટાફની મદદથી વ્હીલચેર ઉપર બેસીને બહાર આવતા જોવા મળ્યો. તેની આ તસવીરો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે અને ચાહકો માટે ચિંતાનું કારણ બની છે.

વાયરલ થઇ રહેલી તસ્વીરોની અંદર કપિલ શર્મા બ્લેક ટ્રેક સૂટમાં નજર આવી રહ્યો છે અને તેને એક વ્યક્તિ ધકેલીને લઇ જઈ રહ્યો છે. જેને પીપીઈ કીટ પણ પહેરી છે. જો કે, હજુ સુધી એ વાતની ખબર નથી આવી કે કપિલને આખરે થયું છે શું ? શા કારણે તે વ્હીલચેર ઉપર જોવા મળી રહ્યો છે ? પરંતુ તેના ચાહકો કપિલને જોઈને નિરાશ ચોક્કસ થઇ ગયા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ અને કોમેન્ટ કરીને તેના હાલચાલ પૂછી રહ્યા છે.

કપિલ શર્માને આ હાલતમાં જોઈને ફોટોગ્રાફર તેની તસ્વીર લઇ રહ્યા છે અને તેની ખબર પૂછતાં આગળ આવે છે. આ દરમિયાન કપિલનો મૂડ સારો નથી હોતો અને તે ફોટોગ્રાફર ઉપર ભડકી ઉઠે છે.

કપિલ બાધાને કહે છે કે અહિયાંથી નીકળી જાવ. ત્યારબાદ જયારે ફોટાગ્રાફર ત્યાંથી બાજુ ઉપર થઇ જાય છે ત્યારે કપિલ તેમને ઉલ્લુ કે પઠઠે કહે છે. તેનો આ વીડિયો ફોટોગ્રાફર માનવ મંગલાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ શેર કર્યો છે. કપિલની આ વાત સાંભળીને કેમેરામેન કહે છે “રેકોર્ડ થઇ ગયું સાહેબ.. આભાર” આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

તમને જણાવી દઈએ કે કપિલ શર્માએ થોડા સમય પહેલા જ પોતાના શો ઉપરથી બ્રેક લીધો છે. હાલમાં તે આ શો ટીવી ઉપર પ્રસારિત નથી થઇ રહ્યો. કપિલના ઘરે દીકરાનો જન્મ થયો છે. પરંતુ હાલ કપિલની આ વ્હીલચેર વાળી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Niraj Patel