શું આ છે કંગના રનૌતનું સૌથી બોલ્ડ અવતાર? હેરાન કરવા વાળી તસવીર વાયરલ, લુક ઉપર યુઝર્સે કરી ખરાબ કૉમેન્ટ્સ

કંગનાએ મોડીરાત્રે આવો શરમજનક ટોપ પહેરીને ખુબ જ હોટ અંદાજમાં કરી પાર્ટી, અહીંયા જુઓ જશ્ન કરતા લોકોની અંદરની તસવીરો

બૉલીવુડની બેબાક અભિનેત્રી કંગના રનૌત કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયાના ચર્ચામાં રહેતી હોય છે. કંગના રનૌત સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ટ્વીટર પર સસ્પેન્ડ થયા બાદ થયા બાદ હવે કંગના રનૌત ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવી નવી તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે.

કંગના રનૌતની આગામી ધાકડનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. તે દરમ્યાન કંગનાએ ફિલ્મના ક્રૂ મેમ્બર્સ સાથે પાર્ટીનો ખૂબ આનંદ માણ્યો હતો. આ પાર્ટીમાંથી કંગનાનો લુક સામે આવ્યો તે જોઈને બધાને આશ્ચર્ય થયા હતા. એવું પણ કહી શકાય કે આ કંગનાનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લુક છે.

ખુદ કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પાર્ટી સાથે જોડાયેલી ઘણી તસવીરો શેર કરી હતી. આ તસવીરમાં જોઈ શકાય છે કે કંગનાએ ખૂબ જ પારદર્શક ડ્રેસ પહેર્યો છે. કંગનાએ સફેદ કલરનું બ્રેલેટ પહેર્યું છે, તેની સાથે તેણે હાઈ વેસ્ટ પેન્ટ પહેર્યું છે.

કંગનાએ તેના વાળનો બન બનાવ્યો છે અને ગોલ્ડન ચેનથી તેના લુકને પૂરો કર્યો છે. કંગનાએ તસવીરની સાથે એક શેર લખ્યો હતો – ‘મહોબ્બતમાં નથી કોઈ ફરક જીવવવાનો અને મરવાનો, તેને જોઈને જ જીવે છે જે કાફીર પર દમ નીકળે.’

જણાવી દઈએ કે કંગના આ દિવસોમાં બુડાપેસ્ટમાં છે. તેણે અહીં તેની ફિલ્મ ધાકડનું છેલ્લું શૂટિંગ પૂરું કર્યું છે. શૂટિંગ પૂરું થયા પછી કંગનાએ રેપ-અપ પાર્ટીનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે તેમની બહેન રંગોલી ચંદેલ પણ હાજર હતી.

આ સિવાય ફિલ્મની ટીમ સાથે સંકળાયેલા ક્રૂ મેમ્બર્સ જેમાં ડિરેક્ટર રજનીશ ઘાઈ, પ્રોડ્યુસર સોહેલ મકલાઈનો પણ પાર્ટીમાં હાજર રહ્યા હતા. કંગનાએ પાર્ટીની અંદરની ઘણી તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તે નાચતી અને જશ્ન કરતી નજર આવી રહી છે.

કંગના નિર્દેશક રજનીશ ઘાઈ સાથે કેક કાપતી પણ જોવા મળે છે, જેને તે પોતાનો ચીફ કહે છે. તેમજ તેણે નિર્માતા સોહેલ સાથે એક ફોટો શેર કર્યો અને તેને ‘ફેવ’ કહ્યો. અન્ય ફોટામાં કંગના બહેન રંગોલી સહિત તેની ગર્લ સ્કવોડ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

‘ધાકડ’ ની વાત કરીએ તો તેનું નિર્દેશન રજનીશ રાજી ઘાઈએ કર્યું છે. આ એક જાસૂસ થ્રિલર ફિલ્મ છે. કંગના તે ફિલ્મમાં એજન્ટ અગ્નિની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા મુખ્ય ભૂમિકામાં છે. જણાવી દઈએ કે આગામી ફિલ્મ ‘તેજસ’ પણ છે, જેનું શૂટિંગ હજુ ચાલુ છે.

પોતાના બેબાક અંદાજ અને નિવેદનો માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌતે ગઈકાલે તેના સોશિયલ  મીડિયામાં કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી હતી. આ તસ્વીરોમાં કંગનાએ આરપાર દેખાય એવી બ્રાલેટ અને સફેદ  જીન્સ પહેર્યું હતું. કંગનાના તસવીરો પોસ્ટ કર્યાના થોડા જ સમયમાં ટ્રોલર્સ સામે આવ્યા હતા અને ઘણા યુઝર્સ દ્વારા કંગનાને ટ્રોલ પણ કરવામાં આવી હતી. હવે આ બાબતે કંગનાએ પણ ટ્રોલર્સને જવાબ આપ્યો છે.

કંગના બુડાપેસ્ટમાં પોતાની આવનારી ફિલ્મ “ધાકડ”નું શૂટિંગ કરી રહી હતી. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ તેની રેપઅપ પાર્ટી પહેલા કંગનાએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરી જેના બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા અને સંસ્કૃતિ અને સનાતનની વાતો પણ કરવા લાગ્યા હતા.

કંગના દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરના બેકગ્રાઉન્ડમાં સન સેટ નજર આવી રહ્યો હતો. કંગના કોઈ તળાવના કિનારે ઉભી રહીને પોઝ આપી રહી હતી. આ તસ્વીરની અંદર કંગનાએ સફેદ રંગના બ્રાલેટ અને પેન્ટમાં નજર આવી રહી છે. તેને પોતાના લુકને બન અને ગોલ્ડન ચેન સાથે કપૂર્ણ કર્યો હતો.

Patel Meet