ચોક્કસથી તમે આજ સુધી કયારેય પણ કંગનાને આવા અંદાજમાં પાર્ટી કરતી નહિ જોઇ હોય….વીડિયો જોઇ યુઝરે કહ્યુ- આને માતાજી આવ્યા છે કે શું ?

બોલિવુડની ક્વીન કંગના રનૌત તેના બેબાક નિવેદનને કારણે જાણિતી છે. તે અવાર નવાર તેના નિવેદનોને લઇને ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં કંગના તેના દ્વારા હોસ્ટ કરવામાં આવતા શો “લોક અપ”ને લઇને ચર્ચામાં છે. ત્યારે આ દરમિયાન કંગનાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેનો અંદાજ જોઇ યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોમાં કંગના પાર્ટી એન્જોય કરતી જોવા મળે છે. જો કે, આ વીડિયોને કારણે કંગનાને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, કંગનાએ બ્લેક શિમરી ડ્રેસ પહેર્યો હોય છે. ઓર્નામેન્ટ્સ તથા કર્લી હેરથી તેણે તેના લુકને કમ્પ્લિટ કર્યો છે.

બેકગ્રાઉન્ડમાં કોઈ ગીત વાગતું હોય છે અને કંગના જોર જોરથી માથું હલાવી રહી છે. આ વીડિયોમાં કંગના જોરદાર મૂડમાં જોવા મળી રહી છે. જો કે, આ અંદાજમાં જોઇને કંગનાને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ, ‘કંગુ તેના નેચરલ મૂડમાં છે.’ અન્ય એકે લખ્યુ, ‘આને ભારત રત્ન મળવો જોઈએ ? કે પછી તે બધાને આપી દેવો જોઈએ.’ એક બીજા યુઝરે લખ્યુ, ‘આને માતાજી આવ્યા છે.’ અન્ય એકે લખ્યુ, ‘તારી અંદર સંસ્કાર નામની કોઈ વસ્તુ છે કે નહીં ?’

વર્કફ્રન્ટની વાત કરીએ તો, કંગના છેલ્લે ‘થલાઈવી’માં જોવા મળી હતી. આ ફિલ્મ તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર આધારિત હતી. હવે કંગના ‘તેજસ’, ‘ધાકડ’, ‘મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લિજેન્ડ ઓફ દિદ્દા’ તથા ‘ટિકુ વેડ્સ શેરુ’માં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, ફરી એકવાર કંગના રનૌત ફરી એકવાર સ્ક્રીન પર રસપ્રદ અંદાજમાં નજર આવવાની છે. તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધાકડ’નું જબરદસ્ત ટીઝર રિલીઝ થઈ ગયું છે. કંગનાના ચાહકો લાંબા સમયથી આની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

હવે ટીઝરમાં કંગનાની પહેલી ઝલક સામે આવતા જ ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. આ સાથે જ ફિલ્મની નવી રિલીઝ ડેટ પણ આવી ગઈ છે. ટીઝરમાં, તે એક બદમાશ જાસૂસની ભૂમિકામાં જોવા મળે છે, જે દુશ્મનોનો સામનો કરતી વખતે અને તેમની પોતાની રમતમાં તેમને હરાવીને તેની કુશળતા દર્શાવે છે. એક મોટા રેકેટનો પર્દાફાશ કરવા અને તોફાન સર્જવા માટે, કંગના અલગ-અલગ લુકમાં જોવા મળે છે. આ ફિલ્મને હાઈ-ઓક્ટેન એક્શન સિક્વન્સ સાથે મોટા પાયે પ્રદર્શિત કરવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે શૈલીમાં બનેલી ફિલ્મોની સમકક્ષ છે.

 

View this post on Instagram

 

A post shared by Nevanta (@nevantamedia)

આ ઉપરાંત, અભિનેત્રીએ ઘણા માર્શલ આર્ટ ફોર્મ્સ અને લડાઇની તકનીકો શીખી છે, તેણે એજન્ટ અગ્નિ બનવા માટે હાથથી લડાઇ શીખી છે. કંગના અભિનીત આ એક્શન ફિલ્મમાં અર્જુન રામપાલ, દિવ્યા દત્તા અને શાશ્વત ચેટર્જી સાથે ઘણા પાવરપેક્ડ કલાકારો પણ જોવાના છે. ફિલ્મ ધાકડ રજનીશ રજી દ્વારા નિર્દેશિત અને દીપક મુકુટ તેમજ સોહેલ મકલાઇ દ્વારા નિર્મિત છે, જે 20 મે 2022ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવા માટે તૈયાર છે.

Shah Jina