આજે કમાને કોઈ ના ઓળખતું હોય એ નાત બહાર કહેવાય. કમો ટૂંક સમયમાં જ ગુજરાતના ગામે ગામ અને દરેક ઘરમાં ઓળખ બનાવી ચુક્યો છે. કમો આમ તો માનસિક દિવ્યાંગ છે, પરંતુ તેની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે કોઈ મોટો સેલિબ્રિટી પણ તેની આગળ ઝાંખો પડવા લાગે. સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોમાં આપણે એ જોઈ શકીએ છીએ.
કમો જ્યાં પણ જાય ત્યાં માનવ મહેરામણ ઉમટી પડે છે. લોકો તેને જોવા, તેની સાથે સેલ્ફી લેવા, તેની સાથે હાથ મિલાવવા માટે પણ અધીરા થતા હોય છે. ત્યારે સુરતમાં પણ કમાનો આવો જ જલવો જોવા મળ્યો હતો. જયારે તે સુરતનો મહેમાન બન્યો હતો. સુરતમાં તેને કેટલીક દુકાનોની મુલાકાત ઉપરાંત ડાયરામાં અને નવરાત્રીમાં પણ હાજરી આપી.
આ દરમિયાન કમાની લોકપ્રિયતા પણ જોવા જેવી હતી. ખુલ્લી કારમાં કમાની એન્ટ્રી જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ દરમિયાન કમાએ એક શેરવાનીની દુકાનમાં પણ હાજરી આપી હતી અને તે દરમિયાન કમાને વરરાજાની જેમ શણગારવામાં આવ્યો હતો. ત્યારે હાલ કમાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
આ વીડિયોમાં કમાને શેરવાની પહેરાવાતી જોઈ શકાય છે, વીડિયોની અંદર જે ઓડિયો છે તેમાં કિર્તીદાન ગઢવીના અવાજમાં કમા માટે લગ્ન ગીત પણ ગવાઈ રહ્યું છે. ઓડિયોમાં સંભળાઈ રહ્યું છે કે કિર્તીદાન કમાને પૂછે છે કે લગ્ન કરવા છે કમા લગ્ન ? અને પછી કહે છે કમાની આજ મોજ જુદી છે.
જેના બાદ કિર્તીદાન લગ્ન ગીત લલકારે છે. “કોયલ બેઠી આંબલિયાની ડાળ, હોંશીલા વીરા કે કમલેશભાઈ વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ..” કિર્તીદાન આગળ કહે છે.. “તમારા લગ્ન ગીત ગવાય છે ભાઈ, કમો અમારો જાતે ચઢશે ઘોડે ત્યારે આખું ઝાલાવાડ જોવા આવશે. માથે તારા કમા સાફો હશે સાફો, હાથમાં તલવાર”
View this post on Instagram
કમાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો આ વીડિયોની અંદર કોમેન્ટ પણ કરી રહ્યા છે. જો કે કમો શેરવાની પહેરીને લગ્ન કરવા માટે નથી જઈ રહ્યો પરંતુ તે એક શેરવાની બ્રાન્ડ માટે માર્કેટિંગ કરી રહ્યો છે. પરંતુ આજે કમો સેલિબ્રિટી કરતા પણ કમો વધારે ડિમાન્ડમાં છે એ આ દ્વારા જોઈ શકાય છે.