એરપોર્ટ પર લોન્ગ જેકેટમાં જોવા મળી એશ્વર્યા રાય, ઢીલા-ઢીલા કપડામાં બ્યુટી વિથ બ્રેઇનને જોઇ લોકોએ લગાવ્યા પ્રેગ્નેટ હોવાના ક્યાસ

એરપોર્ટ પર લોન્ગ જેકેટમાં જોવા મળી એશ્વર્યા રાય, લોકો બોલ્યા- બચ્ચન પરિવારમાં આવવાનું છે બીજુ બાળક

દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાંથી એક ઐશ્વર્યા રાય બચ્ચન એક એવી અભિનેત્રી છે જેની લોકપ્રિયતામાં ક્યારેય ઘટાડો થયો નથી. કારણ કે લાઈમલાઈટથી દૂર રહીને પણ તેના ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર રહેતા હોય છે. તેનું વર્ચસ્વ એવું છે કે તે જે પણ ઈવેન્ટમાં હાજરી આપે છે, તે તમામ હેડલાઈન્સ તેના નામે જ બનાવવામાં આવે છે. હાલમાં જ બ્યુટી વિથ બ્રેઇન એશ્વર્યા રાય મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ઐશ્વર્યા રાય સફેદ લોંગ જેકેટ અને બ્લેક ટ્રાઉઝરમાં સજ્જ હતી.

જો કે, આ દરમિયાન લોકોનું ધ્યાન તેણે સિંદૂર લગાવ્યુ હતુ ત્યાં ગયુ હતુ. અભિનેત્રી તેની સુંદર સ્મિત સાથે સિંદૂરને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતાની સાથે જ તેના ચાહકો તેની સુંદરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક યુઝરે લખ્યું, ગ્રેસફુલ અભિનેત્રી. બીજાએ લખ્યું, પ્રિય માતા, મોબાઇલ વોલપેપર પર દીકરી આરાધ્યાની તસવીર લગાવી છે. એરપોર્ટ પર ઘણા લોકોનું ધ્યાન એશ્વર્યાના ફરીથી મા બનવાની અફવાઓ પર ગયું હતું, જેનું કારણ હતુ એશ્વર્યાના ઢીલા ઢીલા કપડા…

ઐશ્વર્યા રાય બચ્ચને આ સમય દરમિયાન ખૂબ જ આકર્ષક કલર-કોમ્બિનેશન સાથેનો થ્રી પીસ સેટ કેરી કર્યો હતો, જેમાં સ્કિનફિટ ટી-શર્ટ સાથે મેચિંગ જેગિંગ્સ અને વ્હાઇટ જેકેટ હતુ. તે એક પ્રકારનો સુપર કમ્ફર્ટ આઉટફિટ હતો, જેમાં ફોલથી ફિટિંગ સુધીની આરામદાયક એડિશન સારી રીતે ઉમેરાઈ હતી. ઐશ્વર્યા રાય બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. તેણે 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. ઐશ્વર્યાએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી. તેણે 16 નવેમ્બર 2011ના રોજ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા.

આ લગ્ન જીવનથી બંનેને એક પુત્રી આરાધ્યા બચ્ચન છે. એક સારી પત્ની, માતા હોવા ઉપરાંત તે ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. હાલમાં જ એક ફિલ્મના પ્રમોશન દરમિયાન તેના પતિ અભિષેક બચ્ચને તેના જોરદાર વખાણ કર્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઐશ્વર્યા રાય આગામી સમયમાં મણિરત્નમની પીરિયડ ડ્રામા ફિલ્મ પોન્નિયિન સેલ્વનમાં જોવા મળશે. આ ફિલ્મ જાણીતા લેખક કલ્કી કૃષ્ણમૂર્તિની મહાકાવ્ય કાળની નવલકથા પર આધારિત છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina