વર્ષ 2005માં આવેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લેક તો તમને યાદ જ હશે. આ ફિલ્મમાં રાની મુખર્જી અને અમિતાભ બચ્ચને લીડ રોલ નિભાવ્યો હતો, અને ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. ફિલ્મમાં રાની મુખર્જીના બાળપણનો રોલ આયેશા કપૂરે નિભાવ્યો હતો.આયેશાએ આ રોલ દ્વારા દર્શકોનું દિલ જીતવામાં કોઈ કમી રાખી ન હતી. એવામાં ફિલ્મમાં બાળ કલાકારના રૂપે જોવા મળેલી આયેશા મોટી થઇ ગઈ છે અને હવે બોલીવુડમાં લીડ રોલ તરીકે જોવા મળવાની છે.
28 વર્ષની આયેશા હાલ ન્યુયોર્કમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. આયેશા આવનારા દિવસોમાં હરિ ઓમ ફિલ્મમાં અંશુમન ઝા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મ માટે તેણે ખુબ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી, અને ફિલ્મ માટે તે પોતાની હિન્દી ભાષા મજબૂત બનાવી રહી છે.
ફિલ્મમાં રઘુવીર યાદવ, સોની રાજદાન અમને મનુ ઋષિ ચઢ્ઢા પણ જોવા મળશે. ફિલ્મનું પહેલું શેડ્યુલ સપ્ટેમ્બર મહીનામાં ભોપાલમાં શરૂ થવાનું છે અને ડિસેમ્બરમાં છેલ્લું શેડ્યુલ પણ પૂર્ણ થઇ જશે, જેને ઠંડીમાં શૂટ કરવાનું છે. બ્લેક ફિલ્મ પછી આયેશા 17 વર્ષ બાદ ફિલ્મોમાં કમબેક કરી રહી છે અને પોતાને પુરી રીતે તૈયાર કરવા માટે ખુબ મહેનત કરી રહી છે.
View this post on Instagram
આયેશાએ હિન્દી ભાષા માટે કુલવિન્દર બક્ષીશ પાસેથી 6 મહિના સુધી ટ્રેનિંગ લીધી હતી જેણે આમિર ખાનને પણ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા માટે પંજાબી ભાષામાં નિપુણ બનાવ્યો હતો. પોતાની આવનારી ફિલ્મ વિશે વાત કરતા આયેશાએ કહ્યુ કે,”હું અભિનયમાં કમબેક કરવા અને હરિ ઓમની શુંટીંગને લીધે ખુબ જ ઉત્સાહિત છું. મને તે સાદગી પસંદ છે જેની સાથે હરીશ સર પોતાની કહાનીઓ લખે છે અને પાત્રોને ઉમેરે છે.
View this post on Instagram
સાથે જ આ ફિલ્મમાં હું રઘુવીર યાદવ સર અને સોની રાજદાન મેમ જેવા પ્રસિદ્ધ અભિનેતાઓ સાથે કામ કરી રહી છુ. તેઓની સાથે કામ કરવું અને તેઓની સમાન ફ્રેમમાં રહેવું મારા માટે નવું શીખવાનો રોમાંચક અનુભવ હશે અને અંશુમનની સાથે કામ કરવું ખુબ સારું છે કેમ કે વાસ્તવમાં તેના અભિનય અને તેના દ્વારા પસંદ કરવામાં આવેલા સ્ક્રીપ્ટની પ્રશંસા કરું છું. હું મધ્યપ્રદેશમાં પણ ફિલ્મની શુટિંગને લિધે ખુબ જ ઉત્સાહિત છું”.