બિપાશા બાસુ ટૂંક સમયમાં જ માતા બનવા જઈ રહી છે. તેણે થોડા સમય પહેલા જ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે મળી પોતાની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. હવે બિપાશાના બેબી શાવરની તસવીરો સામે આવી છે. ટૂંક સમયમાં જ માતા બનવા જઈ રહેલી બિપાશા બાસુની બેબી શાવર સેરેમની મુંબઈમાં થઈ હતી, જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ તસવીરોમાં માત્ર બિપાશા જ નહીં પરંતુ પિતા કરણ સિંહ ગ્રોવરની ખુશી પણ જોવા મળી રહી છે.
મુંબઈના લોઅર પરેલના એક મોલમાં આ ખાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બિપાશા અને કરણના પરિવાર ઉપરાંત તેમના સંબંધીઓ અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. સ્થળને સુંદર રંગીન ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. આ સાથે જ આ કપલે કેક કાપીને આ ખુશીની ઉજવણી કરી હતી. કરણ અને બિપાશા બાસુએ પોતાનો ખાસ દિવસ મીડિયા સાથે સેલિબ્રેટ કર્યો હતો અને કેક કાપ્યા બાદ તેઓએ મીડિયા સામે ઘણા પોઝ પણ આપ્યા હતા.
બિપાશા બાસુએ બેબી શાવર માટે આરામદાયક આઉટફિટ પસંદ કર્યો હતો. બિપાશા બાસુ બેબી પિંક મેક્સી ગાઉનમાં અદભૂત લાગી રહી હતી. તો બીજી તરફ કરણ સિંહ ગ્રોવર સૂટમાં હેન્ડસમ લાગતો હતો.આ બેબી શાવર પાર્ટીમાં માત્ર 20 લોકોને જ બોલાવવામાં આવ્યા હતા. જેમાં અભિનેત્રીની ખૂબ જ નજીકના લોકો જ સામેલ હતા. આ લોકોમાં શમિતા શેટ્ટી અને અનુષા દાંડેકરનું નામ સામેલ છે. સેરેમનીની થીમે દરેકના દિલ જીતી લીધા છે. પાર્ટીની ટેગલાઈન હતી ‘અ લિટલ મંકી ઈઝ ઓન ધ વે’.
ડ્રેસ કોડ વિશે વાત કરીએ તો છોકરીઓ માટે પિંક કે પીચ અને મેલ માટે લવંડર કે બ્લુ ફિક્સ હતું. પાર્ટીમાં બિપાશા અને કરણે સ્ટાઇલિશ એન્ટ્રી કરી હતી. થોડા દિવસો પહેલા બિપાશા બાસુની માતાએ તેના માટે ઘરે એક પરંપરાગત કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ વિધિમાં અભિનેત્રીને તેની પસંદગીનું ભોજન ખવડાવવામાં આવ્યું હતું. બિપાશા બાસુએ આ સમયે તેજસ્વી ગુલાબી રંગની સિલ્ક સાડી પહેરી હતી.
તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ સેરેમનીની તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. 16 ઓગસ્ટના રોજ બિપાશા બાસુએ એક ખાસ તસવીર શેર કરીને ખુલાસો કર્યો હતો કે તે પ્રેગ્નેટ છે અને ટૂંક સમયમાં તેઓ બેથી ત્રણ થવાના છે. આ પછી એક ઈન્ટરવ્યુમાં બિપાશાએ કહ્યું હતું કે તે અને કરણ ઘણા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા અને હવે તે ફાઈનલી આવી રહી છે.
View this post on Instagram
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બંને આ ખુશીના આગમનથી ખૂબ જ ઉત્સાહિત છે અને પોતાનો સમય સંપૂર્ણ રીતે બાળકને આપવા માંગે છે, જેના કારણે બિપાશા અત્યારે કોઈ પ્રોજેક્ટ હાથમાં લઈ રહી નથી. અત્યારે તેનું ધ્યાન તેના બાળક પર છે. બંને પોતાના નાના બાળકના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લગ્નના છ વર્ષ બાદ બિપાશા અને કરણ માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
View this post on Instagram