વિરાટ-અનુષ્કા ની જેમ સિક્રેટ ન રાખ્યું સાઉથની સીધી સાદી અભિનેત્રીએ, જગજાહેર બાળકનો ક્યૂટ ચહેરો દેખાડ્યો જુઓ
સાઉથ ઇન્ડસ્ટ્રીથી લઇને બોલિવુડ સુધી પોતાની એક ખાસ ઓળખ બનાવનાર અભિનેત્રી કાજલ અગ્રવાલ પોતાના પુત્ર સાથે મધરહુડનો આનંદ ઘણો માણી રહી છે. કેટલાક સમય પહેલા તે તેના પતિ ગૌતમ કિચલુ અને પુત્ર નીલ કિચલુ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે બાદ અભિનેત્રીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. કાજલ અગ્રવાલે ગૌતમ કિચલુ સાથે 30 ઓક્ટોબર 2020ના રોજ લગ્ન કર્યા હતા.
લગ્નના દોઢ વર્ષ પછી કપલે 19 એપ્રિલ 2022ના રોજ તેમના પ્રથમ નીલ કિચલુનું સ્વાગત કર્યું. અભિનેત્રી ઘણીવાર તેના પુત્ર સાથે ક્યૂટ તસવીરો શેર કરતી રહે છે. પરંતુ તેણે સોશિયલ મીડિયા પર ક્યારેય નીલનો ચહેરાવાળો ફોટો પોસ્ટ નથી કર્યો. ત્યારે 8 ઓક્ટોબરના રોજ, કાજલ અગ્રવાલ તેના પતિ ગૌતમ અને પુત્ર નીલ સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. આ કપલ કેઝ્યુઅલ લુકમાં ખૂબ જ સુંદર લાગતું હતું. જ્યાં કાજલ બ્લુ અને ગ્રે કલરના ટ્રેડિશનલ સલવાર-કમીઝમાં સુંદર લાગી રહી હતી.
ત્યાં ગૌતમ જી્ન્સ ટીશર્ટમાં જોવા મળ્યો હતો. જો કે, આ દરમિયાન દરેકનું ધ્યાન જેની તરફ ગયુ તે તેમનો દીકરો નીલ હતો, જે ગ્રે ટ્રાઉઝર સાથે સફેદ ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. નીલની ક્યુટનેસ ઉડીને આંખે વળગે તેમ હતી. નેટીઝન્સે પણ કાજલ અને ગૌતમની પ્રશંસા કરી કે તેઓએ તેમના બાળકનો ચહેરો ન છુપાવ્યો. કાજલના આ વીડિયો પર નેટીઝન્સ ખુલ્લેઆમ પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી લખ્યું, “આ એક સામાન્ય કપલ જેવું લાગે છે, નહીં તો બાકીની સેલિબ્રિટીઝનો ડ્રામા ખતમ થતો નથી.”
અન્ય યુઝરે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરીનો ચહેરો છુપાવવા બદલ આકરી ઝાટકણી કાઢી. લખ્યું, “આ કેટલું સુંદર છે. વિરાટ-અનુષ્કા અને અન્ય સેલિબ્રિટીઓની જેમ કોઈ ઓવર એક્ટિંગ નથી.” આ પહેલા કાજલે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 19 ઓગસ્ટના રોજ નીલના ચાર મહિના પૂરા થવા પર એક તસવીર શેર કરી હતી.
View this post on Instagram