કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલૂના ઘરે આવ્યો નાનો મહેમાન, બની ગયા માતા-પિતા
છેલ્લા ઘણા દિવસોથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અદાકારા કાજલ અગ્રવાલ પ્રેગ્નેટ છે, તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે, આ ખબરોની પુષ્ટિ કાજલ અગ્રવાલ કે તેના પતિ ગૌતમ કિચલૂ દ્વારા કરવામાં આવી નથી. કાજલે વર્ષ 2020માં તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ ગૌતમ કિચલૂ સાથે લગ્ન કર્યા હતા. હવે કાજલના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. જેની જાણકારી કાજલ અને ગૌતમ બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. કાજલ અને ગૌતમ કિચલૂએ હાલમાં જ તેમના ઘરે નાના મહેમાનનું સ્વાગત કર્યુ છે.
હાલમાં જ આ કપલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જે હાલ ખૂબ વાયરલ થઇ રહી છે. કાજલે તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, મળો અમારા પરિવારના નવા સભ્ય લિટલ મિયાને. મને ઓળખનાર બધા જાણે છે કે મને ડોગ ફોબિયા છે. ત્યાં કિચલૂ પણ હંમેશા ડોગ લવર રહ્યા છે. તે પણ પેટ એનિમલ સાથે મોટા થયા છે અને સાચા પ્રેમને સમજે છે. જીવન આપણને બિલકુલ પ્રેમ કરવાનું નથી શીખવતી. મિયા તેના સાથે અમારા જીવનમાં ઘણી ખુશી અને એક્સાઇટમેંટ લઇને આવ્યા છે. હું જોવા માંગુ છુ કે અમારી જર્ની કેવી રીતે આગળ વધે છે.
કાજલે જે તસવીર શેર કરી છે, તેમાંથી એક તસવીરમાં તે મિયાને ખોળામાં લઇને ઊભી જોવા મળી રહી છે અને બીજી તસવીરમાં મિયા કેમેરા બાજુ ઘણા પ્રેમથી જોઇ રહ્યા છે. કાજલ ઉપરાંત તેના પતિ ગૌતમ કિચલૂએ પણ મિયા સાથેની તસવીર શેર કરી છે. જેમાં એક તસવીરમાં તે મિયા સાથે સૂતા જોવા મળી રહ્યા છે.
ગૌતમ કિચલૂએ કેપ્શનમાં લખ્યુ કે, પહેલુ બાળક…ફાઇનલી કંસીવડ કાજલ અગ્રવાલ…વેલકમ પપી મિયા. જણાવી દઇએ કે, કાજલ અને ગૌતમના ઘરે નાનો જે મહેમાન આવ્યો છે તે એક પેટ ડોગ છે. જેનું નામ તેમણે મિયા રાખ્યુ છે. કાજલના પ્રેગ્નેટ હોવાની ખબરો સામે આવી રહી છે. રીપોર્ટ્સની માનીએ તો, તે નાગાર્જુન સાથે ફિલ્મ ધ ઘોસ્ટમાં નજર નહિ આવે. તેની જગ્યા જેકલીન ફર્નાંડિસને અપ્રોચ કરવામાં આવી રહી છે. જો કે, કાજલે આ ફિલ્મનો ભાગ ના હોવાની કોઇ ઓફિશિયલી પુષ્ટિ કરી નથી.