પોતાના સ્ટાઈલથી ફેમસ થઇ હતી આ 16 વર્ષની અભિનેત્રી, એવું તો શું થયુ કે કરી લીધી આત્મહત્યા

વોટ્સએપ અને ફેસબુક પર વાયરલ GIFમાં તમે ‘Grinning Girl’ નામની છોકરીને જોઈ જ હશે. આ છોકરીનું નામ કૈલિયા પોસી છે, જેણે અમેરિકન રિયાલિટી ટીવી સિરીઝ ‘ટોડલર્સ એન્ડ ટિયારસ’માં અભિનય કર્યો હતો.’ટોડલર્સ એન્ડ ટિયારસ’ ના સેગમેન્ટ દરમિયાન હસતાં હસતાં કેમેરામાં કેદ થયા પછી કૈલિયા પોસી લોકપ્રિય બની ગઈ હતી. તેણે ગયા વર્ષે મિસ લિંડન ટીન યુએસએનો ખિતાબ જીત્યો હતો. કૈલિયા પોસીએ 2018ની નેટફ્લિક્સ ફિલ્મ ‘એલી’માં એગ્નેસની ભૂમિકા ભજવી હતી.કૈલિયા પોસી માત્ર 16 વર્ષની હતી.

સોમવારે 2 મેના રોજ તેમનું અવસાન થતાં ચાહકોમાં શોકનું વાતાવરણ છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કૈલિયા પોસીના મૃત્યુ પાછળનું કોઈ કારણ બહાર આવ્યું નથી.પરંતુ, હવે આખરે આ રહસ્ય પરથી પડદો હટી ગયો છે કે કૈલિયા પોસીનું મોત કેવી રીતે થયું. કૈલિયા પોસીના મોત પરથી પડદો ઉંચકતા તેની માતાનું એક નિવેદન સામે આવ્યું છે, જેને જાણીને બધા ચોંકી ગયા છે. તેની માતાએ પુત્રીની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે તેમની પાસે શબ્દો નથી. તેમજ તે કંઈપણ કહેવાની સ્થિતિમાં નથી.

પોસ્ટ શેર કરતી વખતે તેની માતાએ લખ્યું કે મારી એક સુંદર છોકરી ગઈ છે. આ સમયે અમારા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે અને અમે તેમાંથી પસાર થઈ રહ્યા છીએ. અમે અમારું બાળક હંમેશ માટે ગુમાવ્યું છે. આ પછી, તેણે ચાહકો પાસેથી ગોપનીયતાની વિનંતી કરી. કૈલિયા પોસીના મોતનું કારણ જાણવા ચાહકો બેચેન થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેના મોત વિશે અટકળો લગાવી રહ્યા છે. તેના સવાલો પર માતાએ જણાવ્યું કે કૈલિયા પોસીએ આત્મહત્યા કરી છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં કાલિયા એક GIFને લઈને ચર્ચામાં આવ્યા હતા. તેણે ખૂબ જ નાની ઉંમરમાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી. તે સમયે તે માત્ર 5 વર્ષની હતી. તેણે વર્ષ 2019માં એક હોરર ફિલ્મ એલેમાં મુખ્ય પાત્ર તરીકે પણ કામ કર્યું હતું. પરિવારે વધુમાં જણાવ્યું હતું કે તેણે તેના ટૂંકા જીવનમાં ઘણી વખત સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને અસંખ્ય ક્રાઉન અને ટ્રોફી પણ જીતી હતી.

Shah Jina