સુરતમાં ગર્ભવતી મહિલાએ પહેલા કરી નાખી પોતાના જ પેટના જણ્યાં અઢી વર્ષના પુત્રની હત્યા, પછી પોતે પણ ચોથા માળેથી માર્યો કૂદકો

આવી માં તો કળયુગમાં જ જોવા મળે…સુરતમાં સગર્ભા માતાએ દીકરાની હત્યા કરી અને પોતે પણ- જાણો હૃદયદ્રાવક ઘટના

રાજ્યમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઇ રહેલો જોવા મળી રહ્યો છે, ઘણા લોકો અગમ્ય કારણો સાર પોતાના જીવન ટૂંકાવી દેતા હોય છે, ત્યારે હાલ તાજી જ ઘટના સુરત શહેરમાંથી પણ સામે આવી છે, જ્યાં એક સગર્ભા માતાએ પોતાના દીકરાની હત્યા કાર્ય બાદ ચોથા માળેથી કૂદીને પોતાનું જીવન પણ ટૂંકાવી લીધું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના કડોદરા વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીમાં આવેલા યુનિક એપોર્ટમેન્ટમાં રહેતી ગર્ભવતી મહિલાએ ચોથા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાની ખબર આવી હતી, જેના બાદ આપઘાત કરીને મોતને ભેટેલી મહિલાના ઘરમાં તપાસ કરતાં તેનો અઢી વર્ષનો દીકરો પણ મૂર્ત અવસ્થામાં મળી આવ્યો હતો.

જેના બાદ  પ્રાથમિક તબક્કે મહિલાએ પુત્રની હત્યા કર્યા બાદ ચોથા માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.  આ ઘટનાને લઈને હાલ કડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે. જેના બાદ બાળકના મોતનું સાચું કારણ સામે આવી શકે છે.

આપઘાત કરનાર મહિલાનું નામ વનિતાબેન પાંડે છે અને તેમની ઉંમર 30 વર્ષ છે જયારે તેના પુત્રનું નામ ક્રિષ્ના છે. આ મહિલા અને તેનો પરિવાર યુપીનો રહેવાસી છે. મહિલાને બે દીકરાઓ છે. હાલ મોટો દીકરો આર્યન ઘરે છે. મહિલાનો પતિ ટેક્સ્ટાઇલમાં માસ્ટર છે અને તે છેલ્લા 10 વર્ષથી કડોદરામાં રહે છે.

Niraj Patel