કાચા બદામ ગર્લે કર્યા સુરતના ખાટું શ્યામ મંદિરના દર્શન, બ્લૂ કુર્તામાં સુંદર લાગી અંજલી અરોરા- જુઓ વીડિયો
ઈન્સ્ટાગ્રામ પર કાચા બદામ ગીત પર રીલ બનાવીને રાતોરાત ફેમસ થઈ ગયેલી અંજલિ અરોરા અવાર નવાર ચર્ચામાં રહે છે, તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને લગભગ દરરોજ તેના ચાહકો સાથે તેની તસવીરો અને રીલ્સ શેર કરતી રહે છે. અંજલીના ઈન્સ્ટાગ્રામ પર 12.6M ફોલોઅર્સ છે.સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ જોઈને તેને કંગના રનૌતના શો લોક અપમાં કંટેસ્ટેંટ તરીકે સામેલ કરવામાં આવી હતી.
આ શોમાં અંજલિ અરોરાએ પોતાની માસૂમિયતથી બધાના દિલ જીતી લીધા હતી. જો કે, તે લોકઅપ શોના ફિનાલે સુધી તો પહોંચી પણ આ શો જીતી શકી ન હતી.ત્યારે હાલમાં જ અંજલી સુરતના ખાટું શ્યામ મંદિરે દર્શન કરવા પહોંચી હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં અંજલી બ્લૂ બ્લૂ કુર્તામાં જોવા મળી રહી છે. દર્શન કર્યા બાદ અંજલી અરોરાએ ગુજ્જુરોક્સ સાથે વાતચીતમાં જણાવ્યુ કે, સુરત ઘણુ સારુ છે અને અહીંના લોકો પણ ઘણા સારા છે.
આ સાથે તેણે કહ્યુ કે, અહીં સાફ સફાઇ ઘણી છે. આ સાથે જ્યારે તેને પૂછવામાં આવ્યુ કે મંદિરે દર્શન કર્યા તો શું માંગ્યુ ? આના પર અંજલીએ કહ્યુ કે, બધા ખુશ રહે, હું પણ ખુશ રહું અને બધા તંદુરસ્ત રહે. અંજલી અરોરાએ એડવાન્સમાં ઇદની શુભકામના પણ પાઠવી અને બધાના રોઝા સારા જાય તેમજ બધાને બરકત થાય તેવી પણ શુભેચ્છા પાઠવી.
જણાવી દઇએ કે, કાચા બદામ ગીત પર ઠુમકા લગાવી લોકોના દિલ જીતનારી અંજલિ અરોરા તેના MMS સ્કેંડલને કારણે ઘણી ચર્ચામાં રહી હતી અને તેને આને લઇને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી.કેટલાક મહિના પહેલા તેનો કથિત MMS લીક થયો હતો અને ત્યારથી લઇને આજ સુધી તેને ઘણી ટ્રોલ કરવામાં આવી છે. આ સિવાય તેને ઘણા સવાલોનો સામનો પણ કરવો પડ્યો છે. જો કે, અંજલીએ આ વીડિયોમાં હોવાની ના કહી દીધી હતી.
View this post on Instagram