ખુશખબરી: લગ્નના 11 વર્ષ બાદ માતા બનેલી આ અભિનેત્રીએ બતાવી પોતાની દીકરીની પહેલી ઝલક, કિસ કરતી શેર કરી તસવીર

લગ્નના 11 વર્ષ બાદ માં બની ટીવીની ક્યૂટ અભિનેત્રી…પોતાની દીકરીને જણાવી ચમત્કારી, નાનકડીને કિસ કરતા શેર કરી પહેલી તસવીર

નાના પડદાની મશહૂર અભિનેત્રી નેહા મર્દા હાલમાં જ લગ્નના 11 વર્ષ બાદ માતા બની છે. છેલ્લા દિવસોમાં પ્રેગ્નેંસીના લાસ્ટ ફેઝમાં કોમ્પલીકેશન બાદ તેની પ્રી મેચ્યોર ડિલીવરી થઇ છે. તેણે એક દીકરીને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ તેની લાડલી સાથેની એક તસવીર શેર કરી છે, જેમાં તે તેની રાજકુમારીને કિસ કરતી જોવા મળી રહી છે. આ સાથે તેણે એક ખાસ નોટ પણ લખી છે. નેહા મર્દાએ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યુ- અમારા જીવનનો સૌથી બેસ્ટ પળ, અમારી બેબી ગર્લ અહીંયા છે.

જ્યારે તે આવી તો તેણે એક નાની ચમક છોડી દીધી. તે ઘણી મેજિકલ છોકરી છે. થેંક્યુ બચ્ચી અમને આ નવા જીવનમાં પોતાના માતા-પિતા રૂપે પસંદ કરવા માટે. અમે બ્લેસ્ડ અને ઓબ્સેસ્ડ પેરેન્ટ્સ છીએ. જણાવી દઈએ કે, નેહા મર્દાએ વર્ષ 2012માં પટનાના બિઝનેસમેન આયુષ્માન અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 11 વર્ષ બાદ હવે દીકરીને આવકારતા દંપતીની ખુશીમાં વધારો થયો છે. કપલને સોશિયલ મીડિયા પર ચારે બાજુથી ચાહકો અને સ્ટાર્સ તરફથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે.

લગ્ન અને પ્રેગ્નેંસી વચ્ચે 10 વર્ષના અંતરને કારણે નેહા મર્દાને ઘણી વખત ટોણા સાંભળવા પડ્યા હતા. લોકો તેને માતા બનવા અંગે વારંવાર સવાલો કરતા હતા. જો કે, હવે અભિનેત્રી આખરે એક સુંદર બાળકીની માતા બની છે. નેહા મર્દા નાના પડદાની જાણીતી અભિનેત્રી છે, જેણે ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું છે અને બેસ્ટ બહુનો એવોર્ડ પણ જીત્યો છે. નેહાએ ‘બાલિકા વધૂ’, ‘ડોલી અરમાનો કી’, ‘ક્યોં રિશ્તો મેં કટ્ટી બટ્ટી’, ‘પિયા અલબેલા’ અને ‘સાથ રહેગા હંમેશા’ જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે.

નેહા મર્દાની પ્રી-મેચ્યોરિટી ડિલિવરીને કારણે તેની દીકરી હજી હોસ્પિટલમાં છે, પરંતુ ટૂંક સમયમાં રજા આપવામાં આવે તેવી અપેક્ષા છે. નેહા મર્દાએ ડિલીવરી બાદ ઇટાઇમ્સને જણાવ્યુ હતુ કે, મને આ અઠવાડિયાના અંત સુધીમાં અને મારી પુત્રીને 15-20 દિવસમાં રજા અપાશે, તેવી આશા રાખું છું. હું ફક્ત મારા બાળકને પકડી રાખવા માંગુ છું અને તેને પ્રેમથી જોઉં છું. પ્રી-મેચ્યોર બેબી હોવાને કારણે તેને એનઆઈસીયુમાં લઈ જવામાં આવી તે પહેલાં તે થોડો સમય મારી સાથે હતી. તે નબળી છે, તેણે થોડું વજન વધારવું પડશે.”

Shah Jina