જૂનાગઢ : વધુ એક યુવક થયો લૂંટેરી દુલ્હનનો શિકાર, લગ્નના 10 દિવસ બાદ જ પૈસા લઇને ગઇ હતી પિયર અને પછી…

જૂનાગઢમાં વધુ એક યુવક બન્યો લૂંટેરી દુલ્હનનો ‘શિકાર’ લગ્ન કરી પૈસા લીધા અને ગઈ પિયર અને પછી…

રાજ્યમાં અવાર-નવાર લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં લગ્ન કર્યાં થોડા દિવસો પછી કોઈ બહાનું બનાવીને લગ્ન કરીને આવેલી પરિણીતાએ પૈસા અને દાગીના લઈને ચાલી જાય છે અને પછી પરત ન આવતી હોવાના કિસ્સાઓ સામે આવે છે. આવો વધુ એક કિસ્સો જૂનાગઢ જિલ્લામાં સામે આવ્યો છે.

જૂનાગઢ જિલ્લામાં વધુ એક યુવક લૂટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. માહિતી પ્રમાણે જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના સતીશને લગ્નની લાલચ આપી જૂનાગઢના જોશીપરામાં રહેતા અને પતી-પત્નીની ઓળખાણ આપનાર ભરત મહેતા અને અરૂણા મહેતાએ છેતરપિંડી કરી છે. તેમણે એક છોકરી સાથે ઓળખાણ કરાવી હતી. બંનેએ કહ્યું હતું કે, યુવતી તેની સંબંધીની દીકરી છે અને તેનું નામ વૈશાલી છે. આ રીતે બંનેએ યુવકને લગ્નની લાલચ આપી હતી.

પ્રતિકાત્મક તસવીર

જૂનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના વેકરીયા ગામે રહેતા અશોકભાઈ તેરૈયા નામના યુવાન સાથે છ મહિના અગાઉ ભાવનગરની વૈશાલી નામની યુવતીના લગ્ન થયા, અશોક તેરૈયા લગ્ન ઈચ્છુક હોય, આ લગ્ન માટે ભરત મહેતા અને ગુણવંતભાઈ જોષી નામના બે વ્યક્તિઓએ અશોક તેરૈયાનો સંપર્ક કરીને યુવતી વિધવા હોય તેમ કહીને વિશ્વાસમાં લઈને અશોક તેરૈયાના લગ્ન વૈશાલી સાથે કરાવી આપ્યા તે સમયે અશોક પાસેથી 30 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા.

લગ્નના એક અઠવાડિયા પછી વૈશાલીના પિયરથી ખબર આવી કે પિયરમાં પરિવારના એક સભ્યની તબિયત ખરાબ થઈ છે. તેથી અશોક પત્ની વૈશાલીને પિયર મુકવા ગયો હતો અને વૈશાલી પિયર જાય ત્યારે અશોક પાસેથી 45 હજાર રૂપિયા લઈને ગઈ હતી. પિયરમાં થોડા દિવસો રોકાયા બાદ પણ વૈશાલી ઘરે પરત આવી નહોતી અને અવાર-નવાર અશોક વૈશાલીને ઘરે આવવા માટે ફોન કરતો હતો પરંતુ તે આવતી નહોતી. તેથી તેને સમજાઈ ગયું કે લગ્નના નામે તેની સાથે છેતરપિંડી થઈ છે એટલે તાત્કાલિક અશોકે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભરત મહેતા, ગુણવંત જોશી અને વૈશાલી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પ્રતિકાત્મક તસવીર

પોતાની સાથે લગ્નના બહાને થયેલી છેતરપીંડીને લઈને અશોક તેરૈયાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભરત મહેતા, ગુણવંત જોશી અને લગ્નનું નાટક કરનાર વૈશાલી નામની યુવતી વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે. આરોપી ભરત મહેતા તાજેતરમાં જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામે યુવાન સાથે આ જ પ્રકારની લગ્નના બહાને થયેલી છેતરપીડીંના કેસમાં પણ આરોપી છે.

આ મામલે વિસાવદર પોલીસે હાલમાં જ વૈશાલી નામની લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી છે. આ ટોળકીએ અગાઉ પણ કેટલાંક લગ્ન વાંચ્છુકોને છેતર્યા હોવાની આશંકાના પગલે પોલીસે તેના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં 24 કલાકના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વૈશાલીના શિકાર બનેલા યુવકો જો સામે આવે તો આ ભરત આણી મંડળીનો મોટો ભાંડા ફોડ થવાની શક્યતા છે.

Shah Jina