જૂનાગઢના જિમ સંચાલકે મમ્મી પપ્પા અને મિત્રોની માફી માંગતી સુસાઇડ નોટ લખીને કરી લીધો આપઘાત, આખી સુસાઇડ નોટ વાંચીને રડી પડશો

સોરી મોમ ડેડ, મારી પાછળ લિલ ન પરણાવતાં…જીવનમાં ક્યારેય ખોટું નથી કર્યું પણ…સુસાઈડ નોટ વાંચીને તમારી આંખોમાં અંશુ વહી જશે

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના બનાવો સતત વધી રહેલા જોવા મળ્યા છે. ઘણા લોકો કોઈને કોઈને કારણથી આપઘાત કરતા હોવાનું સામે આવી રહ્યું છે, ખાસ કરીને યુવા વર્ગ નાની નાની બાબતોમાં પણ આપઘાત જેવા મોટા પગલાં ભરવાનો વિચાર કરી અને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે જ્યાં એક જિમ યુવકે ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢના કેશોદમાં દિપેશભાઈ પેથાણી જે જિમ સંચાલક હતો તેને માનસિક  થાકના કારણે આપઘાત કર્યાની ચિઠ્ઠી લખી ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. ત્યારે આ બાબતે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દીપેશ પેથાણીએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી જે પોલીસને મળી આવી હતી. જેમાં તેને આપઘાત કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તેને જણાવ્યું હતું કે “સોરી મમ્મી પપ્પા તથા બધા મિત્રો. મેં આ પગલું ભર્યું છે. હું ગણા સમયથી માનસિક રીતે થાકી ગયો હતો. એ માટે મેં આ પગલું ભર્યું છે. ”

તેને આગળ એમ પણ જણાવ્યું હતું કે, “અને જે મે આ કર્યું છે તેના માટે કોઈપણ જવાબદાર નથી. એ માટે મહેરબાની કરીને કોઈ પર આરોપ લગાડતા નહિ. છેલ્લા ઘણા સમયથી હું માનસિક રીતે થાકી ગયો હતો. મને એમ હતું કે કાલ શારુ થઈ જશે.. કાલ શારું થઈ જશે પણ એ કાલનો દિવસ આવ્યો જ નહિ. એટલે કંટાળીને માનસિક શાંતિ માટે મેં આ પગલું ભર્યું છે.”

“જિંદગીમાં કોઈપણ દિવસ કોઈનું ખોટું કર્યું નથી. તેમ છતા મારી જિંદગીમાં આવા દિવસો આવશે એ મે સ્વપ્નમાં પણ વિચાર્યું નોતું. મારા પરિવારના બધા સભ્યોને હાથજોડીને માફી માગું છું. મેં આ પગલું ભર્યું એ માટે અને પરિવારને બધાને વિનંતી કરું છું મારી પાછળ પાણી.. કે લીલ પરણાવી એ બધું ના કરતા એ મને નથી ગમતુ. ખાલી એક દિવસ બેસણું રાખી દેજો પછી કંઈ પણ ન કરતા.”

યુવકે સુસાઇડ નોટમાં એમ પણ જણાવ્યું કે, “મારા બધા મિત્રોને વિનંતી છે કે જે જે આ કર્યું છે. માટે કોઈપણ જવાબદાર નથી. એ માટે મહેરબાની કરીને કોઈને હેરાન ન કરતા અને મારા મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજો એને જ્યારે કોઈપણ મદદની જરૂર હોય ત્યાં તેને મદદ કરજો. જેનો જન્મ થાય તેનું મૃત્યું નિશ્ચિત હોય છે. કદાચ મારી જિંદગી આ રીતે પુરી થવાની હશે.”

Niraj Patel