ગાયને લીધે 7 વર્ષના માસુમ બાળકની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચઢ્યું, જાણો સમગ્ર મામલો
ગુજરાતમાંથી રખડતા ઢોરના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે, જેમાં કેટલાક લોકો મોતને પણ ભેટ્યા છે. ત્યારે હાલમાં જ રખડતા ઢોરનો રાજયમાં દિવસેને દિવસે વધી રહેલા આતંકને લઇને હાઇકોર્ટે પણ તંત્ર સામે લાલ આંખ કરી છે અને છેલ્લાં ઘણા સમય તંત્રને રખડતા ઢોર મુદ્દે કામ કરવા લાગ્યું છે. ત્યારે હાલમાં જૂનાગઢમાંથી એક કિસ્સો સામે આવ્યો. જૂનાગઢના કથરોટા ગામમાં ગાયોએ દોટ મૂકતા સાત વર્ષના બાળકનું મોત ભેટ્યુ હતુ.
આ બાળક ખાટલા ઉપર બેઠો હતો અને અચાનક જ ગાયો ભડકતા દોડી, જેને કારણે ખાટલા પર બેઠેલા બાળકની ઉપરથી ગાય પસાર થતા અને ગાયોએ બાળકના પેટ અને છાતીના ભાગ પર પગ મૂકી દોટ મૂકતા બાળકનું ગંભીર ઇજાને પગલે મોત થયુ હતુ. ત્યારે આ ઘટનાને લઇને પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતુ. પ્રાપ્ત માહિતી અનુસાર, બાળક જ્યાં બેઠુ હતું ત્યાં નજીકમાં જ ગૌશાળા હતી અને ગૌશાળા તરફથી ગાયો આવી રહી હતી. અચાનક જ ગાયોએ દોટ મૂકતા 7 વર્ષના બાળકનું મોત થયુ.
ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોરને અમદાવાદ શહેરમાં નિયત્રંણ માટે AMCએ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ નવી પોલિસી બનાવી છે. જે અંતર્ગત, જે વ્યક્તિ ઢોર રાખે છે તેને કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવાની તેમજ વ્યવસાયીક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજીયાત બનશે. આ ઉપરાંત વ્યક્તિગત ઘરે રાખતા ઢોર માટે પણ પરમીટ લેવાની રહેશે અને આ પોલિસી અંતર્ગત ઢોર રાખનારા લોકોએ અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી લાયસન્સ અને પરમીટ ચાર્જ ચૂકવવાનો રહેશે, જેના માટે ત્રણ વર્ષ માટે મુદત રહેશે. આ ઉપરાંત પણ ઘણા નિયમ રાખવામાં આવ્યા છે.