14 મહિનામાં બનીને તૈયાર થયો હતો આ વિલા, જુઓ અંદરથી કેવું દેખાય છે જૉન અબ્રાહમનું આલીશાન ઘર

બોલીવુડના ફિટ અને હેન્ડસમ અભિનેતા જૉન અબ્રાહમે અત્યાર સુધીમાં એકથી એક શાનદાર ફિલ્મો આપી છે. જૉન પોતાના અભિનયની સાથે સાથે ફિટ બોડીને લીધે પણ જાણવામાં આવે છે. 17 ડિસેમ્બર-1972 ના રોજ જન્મેલા જૉન 48 વર્ષના થઇ ચુક્યા છે.

જો કે આ ઉંમરે પણ તેની ફિટ બોડી આજના યુવાન અભિનેતાઓને ટક્કર આપવા માટે પૂરતી છે. જન્મદિવસના આ ખાસ મૌકા પર આજે અમે તમને જૉનના આલીશાન ઘર સાથે રૂબરૂ કરાવશું.

જૉનનું આલીશાન ઘર અક્ષય કુમાર, શાહરુખ ખાન જેવા અભિનેતાઓના આલીશાન ઘરને પણ ટક્કર આપે છે. જૉનએ પ્રિયા રૂંચાલ સાથે લવમેરેજ કર્યા હતા. જૉન પોતાની પત્ની સાથે મુંબઈમાં આ આલીશાન ઘરમાં રહે છે.

જૉનનું ઘર મુંબઈના બાંદ્રામાં આવેલું છે અને તેનું નામ ‘વીલા ઈન દ સ્કાઈ’ રાખવામાં આવ્યું છે. સૌથી ખાસ વાત એ પણ છે કે તેના આ આલીશાન ઘરને જૉનના ભાઈ એલનની કંપની દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. ઘરની બનાવટમાં લાકડાનો ઉપીયોગ કરવામાં આવ્યો છે.

જૉનના ઘરમાં સુખ સુવિધાની તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે. 5000 સ્કવેર ફૂટમાં ફેલાયેલા આ આલીશાન વિલાને બે ડ્યુપ્લેક્ષને જોઈન્ટ કરીને બનાવવામાં આવેલું છે, જે દેશના સૌથી સુંદર મકાનોમાનું એક છે. આ ઘર તૈયાર થવામાં 14 મહિના જેટલો સમય લાગ્યો હતો.

વર્ષ 2016 માં જૉનના ઘરને બેસ્ટ હોમનો ઍવોર્ડ પણ મળી ચુક્યો છે. ઘરને વાસ્તુશાસ્ત્રના હિસાબે બનાવવામાં આવેલું છે જેમાં બેડરૂમ, કિચન, ડ્રોઈંગ રૂમ, ડાઇનિંગ રૂમ અને હોલ બનેલા છે અને પ્રાકૃતિક લાઇટનો ઉપીયોગ કરવામાં આવ્યો છે.

સૌથી ખાસ વાત એ છે કે તેનું ઘર સી ફેસિંગ છે જ્યાંથી સમુદ્રનો સુંદર નજારો જોઈ શકાય છે. ઘરમાં જૉનની પસંદગીના સોફા અને તેના પ્રીય સ્પોર્ટ્સના સામાનને પણ સુશોભિત કરવામાં આવ્યા છે.

જૉનના ઘરમાં અલગથી જકૂજી બનાવવામાં આવેલું છે જ્યાં વ્યક્તિ બેસીને પોતાનો આખા દિવસનો થાક ઉતારી શકે છે.

આ ઘરમાં શાનદાર જિમ પણ બનાવામાં આવેલું છે, જ્યા જૉન વર્કઆઉટ કરે છે. ઘરના કિચન પર પણ ખુબ બારીકીથી ધ્યાન આપવામાં આવ્યું છે. કિચન ડાઇનિંગ અને લિવિંગ રૂમની વચ્ચેના ભાગમાં બનાવવામાં આવેલું છે જે ડિનર પાર્ટી માટે એકદમ બેસ્ટ છે.

જૉનને ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષોનો સમય થઇ ચુક્યો છે અને તેને પહેલી ફિલ્મ જીસ્મ દ્વારા જ ઓળખ અને લોકપ્રિયતા મળી ગઈ હતી અને બેસ્ટ ડેબ્યુ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો.

Krishna Patel