...
   

લગ્નની અંદર જીજાજીએ સાળીને કહી દીધી એવી વાત કે સાળી બોલી..”તમને શરમ નથી આવતી ?” જુઓ વાયરલ વીડિયો

જૂતા ચોરીની વિધિ દરમિયાન સાળીઓએ માંગ્યા 1 લાખ રૂપિયા, પછી જીજાજીએ આપ્યો એવો જવાબ કે સાળીઓને મોઢે મુકવો પડ્યો હાથ.. જુઓ વીડિયો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર લગ્નમાં બનતી કેટલીક એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણા હોંશ પણ ઉડી જતા હોય છે. ખાસ કરીને વરરાજાના મિત્રો અને કન્યાની બહેનપણીઓ દ્વારા કરવામાં આવતી મસ્તી વધારે પસંદ કરવામાં આવે છે.

ત્યારે લગ્નમાં જીજા અને સાળી વચ્ચે ઘણી મજાક મસ્તી પણ થતી હોય છે અને એમાં પણ જો ચાલુ લગ્નમાં જૂતા ચોરીની વિધિ આવે ત્યારે તો એવું વાતાવરણ છવાઇ જાય છે કે તેના વીડિયો લોકોને ખુબ જ પસંદ આવે છે, ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જીજા અને સાળી વચ્ચે મોજડીને લઈને વિવાદ થતો જોવા મળે છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મોજડી ચોરીની વિધિ દરમિયાન જ્યારે સાળી તેના જીજાજીની સામે આવે છે ત્યારે તેની સ્ટાઈલ જોવા જેવી છે. પોતાના સ્વેગથી સાળી જીજાજીના જ નહીં તેના સગા-સંબંધીઓના પણ હોંશ ઉડાવી દે છે.કારણ કે જૂતા ચોરી માટે સાળીની માંગ એટલી જબરદસ્ત છે કે સાંભળીને જ હોંશ ઉડી જાય છે.

વીડિયોમાં સાળી જીજાજી પાસે એક લાખ રૂપિયાની માંગણી કરી રહી હતી. આ સાંભળીને વરરાજાના હોંશ ઉડી ગયા અને ગભરાઈને 5000 રૂપિયા આપવાની વાત કરવા લાગ્યા. 5000 રૂપિયાની વાત સાંભળતા જ સાળીઓએ આશ્ચર્યચકિત થઈને કહ્યું “તમને આવું કહેતા શરમ નથી આવતી. જેના બાદ બંને વચ્ચે ખુબ જ નોકઝોક ચાલે છે અને પછી 21 હજારમાં મામલો નક્કી થતા સાળીઓ જીજાજીને જૂતા પહેરાવે છે. આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel