પાટલા ઉપર લગ્ન કરવા માટે બેઠેલા જીજાજીને સાળીએ એવી જગ્યાએ મારી સેફટી પિન કે જીજાજી થઇ ગયા ઊંચા, જુઓ જીજા-સાળીની મસ્તીનો મજેદાર વીડિયો

જીજા અને સાળીનો સંબંધ ખૂબ જ નખરાં અને મસ્તીથી ભરપૂર હોય છે. ક્યારેક જીજાજી તેની સાળી સાથે મજાક કરતા જોવા મળે છે તો ક્યારેક સાળી તેના જીજાજીને ચીડવતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે અવારનવાર જીજા સાળીના જોક્સ જોશો. જીજા સાળીનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને યૂઝર્સને ખૂબ પસંદ પણ આવી રહ્યો છે. આ વિડિયો જોઈને તમે પણ તમારું હાસ્ય રોકી નહીં શકો અને સાળીની સ્ટાઈલના ફેન થઈ જશો.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા લગ્નની વિધિ કરવામાં વ્યસ્ત છે. તેને ખબર ન હતી કે આગામી થોડીક સેકન્ડોમાં તેની સાથે શું થવાનું છે. તેની સાળી વરરાજાની પાછળ બેઠી છે અને તેના હાથમાં સેફ્ટી પિન પણ છે. આ દરમિયાન સાળી તેના જીજાજી સાથે કંઈક એવું કરવાની છે જેને જોઈને જીજાજીના પણ હોશ ઉડી જવાના છે.

સાળી તેના જીજાજીની કમર પર સેફ્ટી પિન ઘુસાડે છે. સેફ્ટી પિન જીજાજીને મારતાની સાથે જીજાજી સ્તબ્ધ થઈ જાય છે અને ઉંચા થઇ જાય છે. જ્યારે જીજાજી પાછળ જુએ છે, ત્યારે તેને ખબર પડે છે કે તે તેની સાળીની મસ્તી હતી અને તે હસવા લાગે છે. આ જોઈને સાળી પણ જોર જોરથી હસવા લાગે છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે શેર કરો કોને આવી સાળી મળવી જોઈએ.

આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ એન્ટરટેઈન કરી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 50 હજાર લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને બે હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. એટલું જ નહીં, ઘણા લોકો કોમેન્ટ સેક્શનમાં હસતા ઇમોજી મોકલતા જોવા મળ્યા હતા. ઘણા લોકોએ ફની ઈમોજી પણ કોમેન્ટ કર્યા છે.

Niraj Patel