રિપ્ડ જીન્સ અને ટોપમાં એરપોર્ટ પર સ્પોટ થઇ જાહ્નવી કપૂર, તસવીરોમાં જોવા મળ્યો દિલકશ અંદાજ

ઓહોહો..શું ફિગર છે જાહ્નવીનું…એરપોર્ટ પર દેખાતા જ ફેન્સની લાગી લાઈન…જુઓ PHOTOS

ધડક ગર્લ જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર આજે લાખો દિલોની જાન બની ચૂકી છે. તેને અવાર નવાર કોઇના કારણસર સ્પોટ કરવામાં આવે છે. જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. જાહ્નવી કપૂર ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.

ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. અભિનેત્રી જાહ્નવી કપૂર જયારે પણ તેની ફિટનેસ સાથે ઘરની બહાર નીકળે છે, ત્યારે પેપરાજી તેને ફ્રેમમાં કેદ કરવાનો કોઇ પણ મોકો છોડતા નથી. આવું જ કંઇક હાલમાં જોવા મળ્યુ.

એકવાર ફરી જાહ્નવી કપૂરને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. આ તસવીરોમાં તે બ્રાઉન કલરના સ્લીવલેસ ટોપ અને રિપ્ડ જીન્સમાં જોવા મળી રહી છે. જાહ્નવીને એરપોર્ટ પર પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી અને આ દરમિયાન તેનો સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો હતો.

વરસાદને કારણે તેણે હાથમાં છત્રી પણ પકડી છે.આ દરમિયાન તેણે વાળને ખુલ્લા રાખ્યા છે અને કોરોનાને ધ્યાને રાખી માસ્ક કેરી કર્યુ છે. જણાવી દઇએ કે, હવે અભિનેત્રી સારા અલી ખાન જાહ્વૃનવી કપૂરની જીમ મિત્ર બની ગઇ છે, બંનેને ઘણીવાર એકસાથે જીમ બહાર સ્પોટ કરવામાં આવે છે. બંને અભિનેત્રીઓ તેમની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. આ ઉપરાંત બંનેએ બોલિવુડમાં ઓછા સમયમાં પોતાની સારી એવી ઓળખ બનાવી દીધી છે.

જણાવી દઇએ કે, જાહ્નવી કપૂરના લાખો ચાહકો છે, જે તેની તસવીરો પર દિલ ખોલીને લાઇક્સ અને કમેન્ટ કરે છે. જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. જાહ્નવી કયારેક ઇન્ડિયન તો કયારેક વેસ્ટર્ન લુકમાં સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે.

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Shah Jina