વીડિયો વાયરલ થયા બાદ શું આ આદિવાસી છોકરીને બે દિવસ માટે બનાવાઈ કલેકટર ? જાણો તેની પાછળની સાચી હકીકત

આજે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જ્યાં તમારી વાત તમે રાખો તો માત્ર થોડી જ ક્ષણોની અંદર લાખો-કરોડો લોકો સુધી પણ પહોંચી જતી હોય છે, સોશિયલ મીડિયામાં ઘણા લોકો પોતાના હક્ક માટે પણ લડતા હોય છે અને તેમનો વીડિયો પણ વાયરલ થતા હોય છે. હાલ એવી જ એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયામક ખુબ જ વાયરલ થયો હતો.

આ વાયરલ વીડિયો માત્ર 28 સેકેંડનો જ હતો, જેમાં જોવા મળી રહ્યું હતું કે કેટલીક વિધાર્થીની પ્રદર્શન કરી રહી હતી. આ વીડિયોમાં બેરીકેટ પાસે ઉભેલી એક વિધાર્થીની કહી રહી હતી કે, “નહીં તો સાહેબ અમને કલેકટર બનાવી દો… અમે બનવા માટે તૈયાર છીએ. બધાની માંગણીઓ પુરી કરીશું સાહેબ.”

વીડિયોમાં નિર્મલા આગળ જણાવી રહી છે કે, “તમે નથી કરી શકતા તો… કોના માટે બની છે સરકાર.. જેમ કે અમે ભીખ મંગાવા અહીંયા આવ્યા છીએ..અમારા ગરીબ માટે કંઈક તો વ્યવસ્થા કરો.. અમે આટલા દૂરથી આવીએ છીએ આદિવાસી લોકો… કેટલા પૈસા ભાડું આપીને આવી છીએ..”

આ વીડિયોની અંદર કેટલાક લોકો એનએસયુઆઇનો ઝંડો પણ લઈને ઉભા હતા. જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ આદિવાસી છોકરી નિર્મલાને બે દિવસ માટે કલેકટર બનાવી દેવામાં આવશે. પરંતુ દૈનિક જાગરણના ફેક્ટ ચેકિંગ વેબસાઈટ “વિશ્વાસ ન્યુઝ”ની તપાસમાં આ દાવો ખોટો નીકળ્યો.

પ્રદર્શન દરમિયાન પોતાને કલેકટર બનાવવાનું કહી રહેલી આ છોકરીનું નામ નિર્મલા ચૌહાણ છે. તેને બે દિવસની કલેકટર બનાવવાનો કોઈ આદેશ નથી આપવામાં આવ્યો. પરંતુ આ છોકરીનો વીડિયો વાયરલ થયા બાદ તે ચર્ચામાં આવી ગઈ. લોકો તેના સાહસને પણ સલામ કરી રહ્યા છે.  નિર્મલા આલીરાજપુર જિલ્લાના ખંડાલા ખુશાલ ગામની રહેવાસી છે.

Kashyap Kumbhani