ગાડીની નીકળવા માટે જોવતી હતી જગ્યા, રસ્તામાં ઉભું હતું JCB, પછી JCB વાળાએ જે કર્યું એ જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો…!! જુઓ વીડિયો

JCB વાળાએ કારને રસ્તો આપવા માટે કર્યો એવો સ્ટંટ કે જોઈને લોકોની આંખો પણ ચાર થઇ ગઈ… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર લોકો JCBના વીડિયોને ખુબ જ પસંદ. કરતા હોય છે. એક સમયે તો જેસીબીના ખોદકામ જોવા માટે પણ લોકો ઉભા રહેતા અને ત્યારે તેના વીડિયોને પણ કરોડો લોકો જોતા હતા. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં જેસીબીનો એક અલગ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે પણ હેરાન રહી જશો.

જેમાં દેખાઈ રહ્યું છે કે જેસીબીના ડ્રાઈવરે તેને ઉપરના આકાશમાં લટકાવી દીધું છે અને કાર ચાલક તેની નીચેથી કાર લઈને રવાના થઈ ગયો. આ વીડિયો એક યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં કેપ્શન લખવામાં આવ્યું છે કે આ જ ખરો ખતરો ખેલાડી છે. વીડિયોમાં જોવા મળે છે કે રોડની બાજુમાં બાંધકામનું કામ ચાલી રહ્યું છે અને તેમાં એક JCB રોકાયેલ છે.

જેસીબી ખોદકામ કરી રહ્યું છે અને તે દરમિયાન રસ્તાની બાજુએથી એક કાર આવતી દેખાઈ. તે કારને રસ્તો ક્રોસ કરવાનો હતો પરંતુ તે જ જગ્યાએ આ જેસીબી ખોદકામ કરી રહ્યું હતું. આ પછી જેસીબીના ડ્રાઈવરે એવો સ્ટંટ બતાવ્યો કે કાર માલિક પણ ચોંકી ગયો અને આસપાસ ઉભેલા લોકોના પણ હોશ ઉડી ગયા.

 

View this post on Instagram

 

A post shared by sumit😘❤️ (@sumit_panchal_9050)

જેસીબીના આગળના અને પાછળના બંને ભાગોને, એટલે કે જે ભાગમાંથી માટી ખોદવામાં આવે છે અને જે ભાગમાંથી માટી ઉપાડવામાં આવે છે, તે ભાગને જમીન પર મૂકીને, જેસીબીનું એન્જિન એટલે કે જેસીબીની બોડી, આકાશમાં ઊંચા કરી દીધા. આ જોઈને જ લોકોની આંખો પણ ચાર થઇ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by sumit😘❤️ (@sumit_panchal_9050)

કાર નીકળવાની જગ્યા બનતાની સાથે જ કારનો ડ્રાઈવર તે કાર લઈને જેસીબીની નીચેથી બહાર આવ્યો હતો. તે ખૂબ જ ખતરનાક સ્ટંટ હતો પરંતુ કાર ચાલક તેમાંથી સફળતા પૂર્વક બહાર નીકળી ગયો. આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. એકે લખ્યું ભાઈ, આ જેસીબીનો લીડર ટાઈપ લાગે છે, જ્યારે એકે લખ્યું કે આવું ન કરવું જોઈએ.”

Niraj Patel