35 વર્ષ પહેલા 3 બાળકોના પિતા સાથે આ અભિનેત્રીએ કર્યા હતા લગ્ન, હજી સુધી નહિ મળી શક્યો પત્નીનો દર્જો

3 બાળકોના પિતા સાથે લગ્ન કરી બધાનો ચોંકાવી દીધા હતા જયા પ્રદાએ, જાણો શુ હતુ કારણ

ફિલ્મોમાં આવ્યા બાદ ઘણા કલાકારોના નામ બદલાઇ જાય છે. એવી જ રીતે લલિતા રાની પણ જયા પ્રદા બની ગયા. જયા પ્રદાનો જન્મ 3 એપ્રિલ 1962માં આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેઓ તેમના જમાનાની મશહૂર અભિનેત્રી હતા. પરંતુ આજે પણ તેમના વિશે જાણવા ચાહકો ઉત્સુક રહે છે.

80ના દાયકામાં જયાનું નામ સૌથી વધુ ફિસ લેનાર અભિનેત્રીઓમાં સામેલ હતુ. તેમણે તેમના કરિયરમાં રાજેશ ખન્નાથી લઇને અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટાર સાથેે કામ કર્યુ છે. જયા પ્રદાએ વર્ષ 1984માં ફિલ્મ “સરગમ”થી ડેબ્યુ કર્યુ હતુ. વર્ષ 1988 આવતા તો તેઓ બોલિવુડની નંબર વન અભિનેત્રી બની ગયા હતા.

જયારે તેમનું કરિયર બુલંદીઓ પર હતુ ત્યારે તેમના જીવનમાં ફિલ્મ પ્રોડ્યુસર શ્રીકાંત નાહટાની એન્ટ્રી થઇ. બંને વચ્ચે પ્રેમનો પરવાન પણ ચઢવા લાગ્યો. શ્રીકાંત અને જયા પ્રદાએ વર્ષ 1986માં લગ્ન કરી લીધા પરંતુ તેઓ પહેલાથી જ લગ્ન કરી ચૂક્યા હતા. તેઓ ત્રણ બાળકોના પિતા પણ હતા.

આમ તો બોલિવુડમાં બીજા લગ્ન સામાન્ય વાત છે. પરંતુ શ્રીકાંત અને જયાએ લગ્ન કરી લીધા એ બધા માટે શોકિંગ હતુ. શ્રીકાંતે પહેલી પત્નીને તલાક આપ્યા વગર જ જયા પ્રદા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આમાં ખાસ વાત તો એ છે કે, પહેલી પત્નીએ પણ શ્રીકાંત વિરૂદ્ધ કોઇ અવાજ ના ઉઠાવ્યો.

જયા પ્રદાએ તો લગ્ન શુ કર્યા તેમને ફિલ્મો મળવાનુ બંધ થઇ ગયુ અને તેમનુ ફિલ્મી કરિયર ધીમે ધીમે ખત્મ થવા લાગ્યુ. કરિયર તો ઠીક પરંતુ તેમનુ લગ્ન જીવન પમ બરાબર ના રહ્યુ. તેનું કારણ હતુ કે, શ્રીકાંત તેમની પહેલી પત્ની અને બાળકો સાથે રહેતા હતા. ત્યાં શ્રીકાંત પત્ની અને બાળકોને છોડીને જયા સાથે એકલા રહેવા માંગતા ન હતા. આ રીતે તેમને પત્નીનો દરજ્જો ન મળ્યો.

જયા પ્રદાને કોઇ બાળક ન હતુ અને તેમણે તેમની બહેનના દીકરાને ખોળે લીધો. તેઓ તેમના બાળક સાથે રહે છે. તેમણે વર્ષ 1994માં તેલુગુ દશમ પાર્ટીથી પોલિટિક્સમાં પગ મૂક્યો.

એક ઇન્ટરવ્યુમાં જયા પ્રદાએ કહ્યુ હતુ કે, તે બાળક ઇચ્છતા હતા પરંતુ તેમના પતિ આવું ઇચ્છતા ન હતા. જો કે, બાદમાં બંનેના સંબંધ ખરાબ થવા લાગ્યા અને તેઓ આજે પણ એકલા જ રહે છે.

તમને જણાવી દઇએ કે, જયા પ્રદાની માતા તેમને એક ડાંસરના રૂપમાં જોતી હતી. તે જ કારણે તેમણે 15 વર્ષની ઉંમર પહેલા જ ક્લાસિક ડાંસરની ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી.

સ્કૂલમાં એક પર્ફોમન્સ દરમિયાન તેમની ડાંસની કળા એક ડાયરેક્ટરને એટલી પસંદ આવી કે તેમને તેમનો પહેલો બ્રેક મળી ગયો. અહીંથી જ જયા પ્રદાના કરિયરની શરૂઆત થઇ અને તેમણે કયારેય પાછળ વળીને ના જોયુ.

ઉલ્લેખનીય છેે કે, રીલ અને રિયલ લાઇફમાં જયા પ્રદા અને શ્રીદેવીની મિત્રતાને લોકો ઘણી પસંદ કરતા હતા. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે પણ કામ કર્યુ છે. જો કે, આ વચ્ચે કેટલીક વાર એવી ખબરો આવી કે બંને વચ્ચે ઝઘડો થયો પરંતુ આ ઝઘડો કયારેય હેડલાઇન ના બની શક્યો.

Shah Jina