રાજકોટ બિઝનેસમેનના લાડલાના શાહી લગ્નની મ્યુઝિકલ નાઈટ, પીઠી અને લગ્નની તસવીરો આવી સામે, જન્મો જન્મના બંધનમાં બંધાઈ ગયા જય અને હિમાંશી

મુકેશ અંબાણીના દીકરાના લગ્નને ટક્કર આપે એવા લગ્ન રાજકોટના બિઝ્નેસમેનના દીકરાએ કર્યા, જન્મો જન્મના સાથી બની ગયા જય-હિમાંશી- જુઓ બ્યુટીફૂલ PHOTOS 😍😍👏

રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના દીકરા જય ઉકાણીના લગ્ન રાજસ્થાનના જોધપુરમાં આવેલા ઉમેદભવન પેલેસમાં ગત ત્રણ દિવસ સુધી ધામધૂમથી ઉજવાયા હતા, આ લગ્નની અંદર ખુબ જ જાહોજલાલી જોવા મળી, સાથે જ આ શાહી લગ્ન ગુજરાતીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

જોધપુરના ઉમેદભવનમાં યોજાયેલા આ લગ્નની ઘણી તસવીરો પણ સામે આવી છે, જેમાં લગ્નનો વૈભવ જોવા મળી રહ્યો છે. આ લગ્નની અંદર દરેક પ્રસંગો ખુબ જ ખાસ રીતે ઉજવવામાં આવ્યા હતા. ગરબા નાઈટમાં ઐશ્વર્યા મજમુદારે પોતાના સુર રેલાવ્યા હતા, તો બૉલીવુડ મ્યુઝિકલ નાઈટમાં સચિન-જિગરે પોતાના તાલે ઝુમાવ્યા હતા.

આ લગ્ન પ્રસંગમાં પીઠી, મહેંદી, ગરબા અને તમામ કાર્યક્રમો પણ ખુબ જ ખાસ રહ્યા હતા, જેની તસવીરોમાં જ આ પ્રસંગનો વૈભવ જોવા મળી રહ્યો છે. આ લગ્ન રાજસ્થાનમાં હોવાના કારણે સમગ્ર લગ્નમાં રાજસ્થાની રંગ પણ જોવા મળ્યો હતો. મહેમાનોના માથા ઉપર રાજસ્થાની પાઘડીઓ પણ સજેલી જોવા મળી હતી.

આ લગ્ન પ્રસંગ શરૂ થયો હતો 14 નવેમ્બરથી અને ગઈ કાલે 16 નવેમ્બરના રોજ આ લગ્ન પૂર્ણ થયા. જેમાં જય ઉકાણી અને હિમાંશી બંને સદાય માટે અગ્નિની સાક્ષીએ એકબીજાના બની ગયા. આ શાહી લગ્નની દરેક પળને ગુજરાતમાં રહેલા લોકો પણ નિહાળવા ઇચ્છતા હતા. કારણ કે આ લગ્નનો ઠાઠ જ એવો ખાસ હતો.

ઉધોગપતિ મૌલેશભાઇ ઉકાણી અને સોનલબેનના સુપુત્ર ચિં.જયના લગ્ન મોરબીની વિખ્યાત આજવીટો ટાઇલ્સવાળા અરવિંદભાઇ પટેલ અને શિતલબેન પટેલની પુત્રી ચિ. હિમાંશી સાથે  રાજસ્થાનના જોઘપુરમાં આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાયા. આજ જગ્યા ઉપર બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન પણ થયા હતા.

આ શાહી લગ્નની જાન પણ પ્લેન દ્વારા જોધપુર પહોંચી હતી, જ્યાં મહેમાનોનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આખા ઉમેદભવનને પણ ખુબ જ ભવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો. તમામ આમંત્રિતો તેમજ મૌલેશ ભાઈ ઉકાણી પરિવાર અને અરવિંદભાઈ પટેલના પરિવારજનોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

તા. 14મી નવેમ્બરના રોજ મહેમાનોના આગમન બાદ રાત્રે ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, એ પહેલા સાંજે મહેંદી પણ રાખવામાં આવી હતી. ગરબા નાઈટમાં ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનો ગરબાના તાલ ઉપર ઝૂમ્યા હતા. આ ગરબા નાઈટમાં ગુજરાતની લોકપ્રિય ગાયિકા ઐશ્વર્યા મજમુદારે ગરબાના સુર રેલાવ્યા હતા. જેની તસવીરો પણ સામે આવી હતી.

જેના બાદ 15 તારીખના રોજ પીઠી, મંડપ મુહૂર્ત જેવા પ્રસંગોની સાથે રાત્રે મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત લોકોને ઝુમાવવા માટે સચિન-જીગર ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં જય-હિમાંશીની જોડીએ પણ કાબિલેદાદ પરફોર્મન્સ કરતાં મહેમાનોએ તાળીઓના ગડગડાટથી તેમના ડાન્સને વધાવી લીધો હતો.

અને ગઈકાલે આ સમગ્ર પ્રસંગના છેલ્લા દિવસ એટલે કે તા. 16 નવેમ્બરના રોજ જય અને હિમાંશી લગ્નના ફેરા ફર્યા હતા. અને જન્મો જન્મ સાથે રહેવાના વચન લઈને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા હતા.

રાજકોટના ઉદ્યોગપતિએ પુત્રના લગ્ન માટે ચાર કિલો સુધીના વજનની કંકોત્રી બનાવી જેની ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. આ કંકોત્રીનું વજન 4 કિલો અને 280 ગ્રામ હતું. એક કંકોત્રી બનાવવા પાછળ રૂપિયા 7000નો ખર્ચ પણ કરવામાં આવ્યો છે.

કંકોત્રીમાં 7 પાનામાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમોની વણઝાર દર્શાવવામાં આવી હતી. તેમજ આમંત્રિતો માટે કંકોત્રીની સાથોસાથ કાજુ, બદામ, કિસમિસ અને ચોકલેટ પણ રાખવામાં આવ્યા હતા.

આ વૈભવી લગ્ન ગુજરાતના સૌથી મોટા લગ્ન માનવામાં આવી રહ્યા છે, જેના ઉપર તમામ લોકોની નજરો પણ મંડાયેલી છે. રાજકોટના ઉદ્યોગપતિના દીકરાના આ લગ્નની અંદર ઘણો મોટો વૈભવ પણ જોવા મળી રહ્યો છે, અને શાહી અંદાજમાં થઇ રહેલા આ લગ્નની તસવીરો આવતા જ વાયરલ પણ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepak (@deepak_light_designer)


મ્યુઝિકલ નાઈટમાં સચિન-જિગરે તેમના સુર તાલ અને સંગીતના સથવારે મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સચિન અને જીગર બંને ગાતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel