ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું ઘર છે આલીશાન, જુઓ અંદરની તસવીરો

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ તેમની ફાસ્ટ અને જોરદાર બોલિંગ માટે જાણિતા છે. પરંતુ શું તમે જાણો છો કે તેમણે મુંબઇમાં તેમનું આલીશાન ઘર બનાવીને રાખ્યુ છે. જસપ્રીત બુમરાહ ભલે મેદાનમાં પૂરી મહેનત કરવા માટે જાણિતા છે પરંતુ જયારે રિલેક્સ કરવાની વાત આવે તો તે પણ કયારેય પાછળ નથી હટતા.

જસપ્રીત બુમરાહના શાનદાર ઘરમાં એક એન્ટરટેઇનમેન્ટ રૂમ છે જયાં તેઓ ઘણીવાર સમય વીતાવે છે. આ રૂમમાં બેસી તેમને વીડિયો ગેમ્સ રમવી ખૂબ જ પસંદ છે.જસપ્રીત બુમરાહના ઘરની દીવાલો અને ફર્નીચર ખૂબ જ સુંદર છે. તેમને લાઇટ કલરની સજાવટ ઘણી પસંદ છે.

જસપ્રીત બુમરાહ તેમની બાલકનીને હરી-ભરી રાખવી પસંદ કરે છે. અહી તેમણે ઘણા છોડ ઉગાડ્યા  છે. આ સાથે સાથે વિંડ ચાઇમ્સ પણ આ જગ્યાની ખૂબસુરતી પર ચાર ચાંદ લગાવી દે છે. જસપ્રીત બુમરાહના બેડરૂમમાં વુડન ફ્લોરીંગ કરવામાં આવી છે અને રૂમના દરવાજા પર સ્લાઇડર લાગેલી છે.

બુમરાહ તેમના રૂમને સાફ રાખવો પસંદ કરે છે તે કોઇ પણ રીતની ગંદકીને રહેવા દેતા નથી. ઘણીવાર તો તે પોતે રૂમમાં સફાઇ કરે છે. બુમરાહની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેમણે સ્પોર્ટ્સ એંકર સંજના ગણેશન સાથે 15 માર્ચ 2021ના રોજ લગ્ન કર્યા હતા.

જસપ્રીત બુમરાહ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમના ખૂબસુરત અને શાનદાર ઘરની તસવીરો શેર કરે છે. આ તસવીરોમાં સ્ટાર બોલર તેમની માતા અને બહેન સાથે પણ જોવા મળે છે બુમરાહનું ઘર ઘણુ મોટુ છે.

જસપ્રીત બુમરાહને BCCIએ એ પ્લસ અનુબંધ આપ્યુ છે અને તેમને 7 કરોડ રૂપિયા વર્ષના મળે છે. BCCIએ વર્ષ 2020માં તેમને આ ગ્રેડમાં સામેલ કર્યા હતા. ભારતીય ફાસ્ટ બોલરનું મુબઇ ઇન્ડિયન્સ સાથે પણ અનુબંધ છે.

બુમરાહ ખેેલ જગતમાં સૌથી ફિટ એથલીટમાંના એક છે. તેમણે તેમના ઘરમાં ફિટનેસ માટે જીમ પણ બનાવીને રાખ્યુ છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બુમરાહ ફિટનેસનું નવુ માપદંડ સ્થાપિત કરે છે. વિરાટ કોહલીની ટીમમાં બુમરાહ મહત્વના ખેલાડી છે.

 

View this post on Instagram

 

A post shared by jasprit bumrah (@jaspritb1)

Shah Jina