માલદીવમાં વેકેશન મનાવી રહી છે અલીની પ્રેમિકા જાસમીન ભસીન, બિકિની પહેરી પુલમાં બ્રેકફાસ્ટ કરતી જોવા મળી

ટીવીની સુંદર અભિનેત્રી જાસમીન ભસીન આ દિવસોમાં પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. લાંબા સમયથી જાસ્મિન ફિલ્મો અને ટીવી શોમાં વ્યસ્ત હોવાને કારણે પોતાના માટે સમય કાઢી શકતી ન હતી. આવી સ્થિતિમાં જાસ્મીને કામને બાજુ પર રાખી પોતાને ફ્રેશ ફીલ કરાવવા માટે માલદીવ જેવા રિલેક્સ પ્લેસને પોતાનું વેકેશન ડેસ્ટિનેશન બનાવ્યું છે. જાસ્મિન જ્યારથી માલદીવ જવા રવાના થઈ છે ત્યારથી અભિનેત્રી સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી ખુશીની ઝલક ચાહકોને બતાવી રહી છે.

માલદીવ પહોંચ્યા પછી બ્રેકફાસ્ટ ન કર્યો તો શું કર્યું ? જાસમીને લેટેસ્ટ તસવીરોમાં તેના બ્રેકફાસ્ટને ફ્લોન્ટ કર્યો છે. આ તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી વખતે, જાસ્મીને કેપ્શનમાં લખ્યું છે કે – ફરજિયાત માલદીવ ફ્લોટિંગ બ્રેકફાસ્ટ… માત્ર ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર જ નહીં પરંતુ જાસમીન ભસીન ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ તેની સુંદર તસવીર શેર કરી રહી છે. સવારની સેલ્ફી સાથે જસ્મિને સુંદર તસવીરો પણ શેર કરી છે. બીચ વિલામાં મસ્તી કરતી વખતે જાસ્મિન ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. જાસ્મીન સ્વિમસૂટ પહેરેલી ખૂબ જ સુંદર લાગી રહી છે.

જાસ્મિન ભસીનની આ તસવીરો પર ફેન્સ સતત લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે, જાસ્મિન પણ તેના ફેન્સ માટે ઈન્સ્ટા પર દરેક ક્ષણે એક્ટિવ જોવા મળે છે.રિયાલિટી શો ‘બિગ બોસ 14’માં દેખાયા પહેલા જાસમીન ભસીને દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. જાસમીન ભસીને નાના પડદા પર ઘણું કામ કર્યું છે. હવે અભિનેત્રી પંજાબી ફિલ્મ ‘હનીમૂન’માં જોવા મળવાની છે. જાસમીન ભસીને આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અને હવે તે તેની રિલીઝને લઈને ઉત્સાહિત છે.

ફિલ્મ ‘હનીમૂન’ વિશે વાત કરીએ તો, આ ફિલ્મ એક નવ પરિણીત યુગલ દીપ અને સુખની વાર્તા છે, જેઓ નવા પરિણીત છે જેઓ તેમના હનીમૂન પર જવા માંગે છે,પરંતુ આ હનીમુન પર 16 લોકો એકસાથે જાય છે જે માત્ર લવબર્ડ્સ માટે જ હોય ​​છે અને આ રીતે શરૂ થાય છે હાસ્યથી ભરપૂર પ્રવાસ…જણાવી દઇએ કે, અલી ગોની અને જાસમીન ભસીને હાલમાં જ સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરતા કહ્યું કે આ કપલ લગ્નની તૈયારી કરી રહ્યું છે. એક્ટ્રેસ જસ્મિન ભસીને ફેન્સને જલ્દી લગ્નની તારીખ જણાવવાનું વચન આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806)

ત્યારથી આ સ્ટાર કપલના ચાહકોની ખુશી સાતમા આસમાને છે. હવે લગ્નની જાહેરાત થતા જ અભિનેત્રી જાસમીન ભસીન માલદીવ પહોંચી ગઈ છે. જે બાદ એક્ટ્રેસે પૂલમાં ક્વોલિટી ટાઈમ વિતાવતા તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જાસમીન ભસીન હાલમાં માલદીવમાં છે. જ્યાંથી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. જાસમીન ભસીને થોડા દિવસ પહેલા લગ્નની જાહેરાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)

જે બાદ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પોતાની ખુશી વ્યક્ત કરી રહી છે.આ સમયે બંને સ્ટાર્સ પોતાની લાઈફ એન્જોય કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ તેના આગામી મ્યુઝિક વીડિયો અથવા કોઈ પ્રોજેક્ટ માટેનું છે. અભિનેત્રીની માલદીવની તસવીરોમાં ફેન્સ તેના બોયફ્રેન્ડ અલી ગોનીને શોધતા પણ જોવા મળ્યા હતા. પરંતુ આ તસવીરોમાં અલી ગોની ક્યાંય જોવા મળ્યો ન હતો.

Shah Jina