શોર્ટ્સ હેરી વાળ સંભાળતી જોવા મળી જાહ્નવી કપૂર, ક્લિનિક બહાર થઇ સ્પોટ, માસ્ક પહેરીને જ કેમેરા સામે આપી સ્માઇલ

બ્લેક એન્ડ વ્હાઇટ રંગની ટૂંકી ચડ્ડીમાં ફરી જોવા મળી જાહ્નવી, ફેન્સ થયા પાગલ- જુઓ

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે.

જાહ્નવી ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે. ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે.

સામાન્ય રીતે જીમ ક્લાસ પર પેપરાજીના કેમેરામાં કેદ થનાર જાહ્નવી કપૂરને આ વખતે ક્લિનકની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન આ યંગ અભિનેત્રી વર્કઆઉટ ક્લોથમાં નજર આવી હતી. હંમેશાની જેમ આ વખતે પણ જાહ્નવી તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જે ફિટનેસ ગોલ્સ આપતી હતી.

જાહ્નવી આ વખતે ડાર્ક અને લાઇટ કલરનું કોમ્બિનેશન પસંદ કર્યુ હતુ, જે ઘણુ સારુ લાગી રહ્યુ હતુ. અદાકારાએ વ્હાઇટ અને લેયર્ડ શોર્ટ્સ પહેર્યા હતા. આ રનિંગ બોટમ્સ સાથે તેણે ઓરેન્જ કલરનું Nike ટેંક ટોપ પહેર્યુ હતુ. આ લુક સાથે જાહ્નવીએ લેધર સ્નીકર્સ મેચિંગ કર્યા હતા. જે સોલ વ્હાઇટ હતા. આ કલર કોમ્બિનેશન તેના શોર્ટ્સથી ઘણા મેચ થતા હતા.

Image source

એક્ટિવેએર પહેરેલી જાહ્નવી કપૂરે તેના વાળને સાઇડ પાર્ટ કરતા વેવ્સમાં સ્ટાઇલ કર્યા હતા. ક્લિનિકની બહાર આવતા જાહ્નવી કોલ રિસીવ કરતી જોવા મળી હતી. તેણે આ દરમિયાન માસ્ક પહેરીને જ કેમેરા સામે પોઝ આપ્યા હતા.

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Shah Jina