જાહ્નવી કપૂર એરપોર્ટ પર એટલી મોંઘી બેગ લઇને નીકળી કે કિંમત જાણી આંખે અંધારા આવી જશે

જાહ્નવી કપૂરે આ થેલા જેવા બેગને ખરીદવા માટે ખર્ચી નાખી આટલી મોટી રકમ, જાણીને રહી જશો હેરાન

જાહ્નવી કપૂરને બોલિવૂડની આગામી સુપરસ્ટાર કહેવામાં આવે છે. તે એક એવી સ્ટારકીડ છે જેણે બહુ જલ્દી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી લીધી. તેની સ્ટાઈલ તેને અન્ય અભિનેત્રીઓથી અલગ પાડે છે. વેસ્ટર્ન ડ્રેસ હોય કે એથનિક ડ્રેસ, જાહ્નવી પોતાની સ્ટાઈલથી બધાને મોહિત કરે છે. જાહ્નવી ઘણીવાર જાહેર સ્થળો પર જોવા મળે છે, આ દરમિયાન તે તેના સુંદર આઉટફિટ્સથી લઇને બેગ સુધી બધાનું ધ્યાન ખેંચે છે. હાલમાં જ તે એક બેગ સાથે જોવા મળી હતી, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો. જાહ્નવી કપૂરની આ થેલા જેવી લાગતી બેગની કિંમત તમને ખબર પડશે તો તમે પણ કહેશો કે આ બેગમાં એવું તો શું છે.

જાહ્નવી કપૂર પાસે હેન્ડબેગનું સારું કલેક્શન છે. તેના પાસે ‘લૂઈસ વીટન’, ‘ગોયાર્ડ સેન્ટ લૂઈસ’ ‘મોસ્ચિનો સ્પોન્જબોબ’ ચેનલ’ બ્રાન્ડ્સ સહિત અનેક ટોચની બ્રાન્ડ્સના પર્સ છે. તાજેતરમાં, પેપરાજીએ તેને કોર્નફ્લેક્સ ડિઝાઇનવાળી બેગમાં સ્પોટ કરી હતી. થેલા જેવી દેખાતી આ બેગ જાણે કોર્નફ્લેક્સ સાથે ફ્રીમાં મળી હતી, પરંતુ જ્યારે તમે તેની રકમ જાણશો તો તમે ચોંકી જશો. જેની કિંમત લગભગ 4 લાખ રૂપિયા છે.

આ પહેલા જાહ્નવી કપૂર તેના ડ્રેસને લઇને ચર્ચામાં આવી હતી. તે અનન્યા પાંડે અને શનાયા કપૂર સાથે ડિનર માટે પહોંચી હતી ત્યારે તેણ બેકલે ડ્રેસ કેરી કર્યો હતો, જે આગળથી ડીપ નેકલાઇનમાં હતો. આ ડ્રેસને લઇને તેને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી. આ દરમિયાનની તસવીરો અને વીડિયો જોઇ લોકોએ તેને ઉર્ફી જાવેદ સાથે કમ્પેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જાહ્નવી કપૂરે વર્ષ 2018માં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. ત્યારથી અત્યાર સુધી અભિનેત્રીએ પોતાના લુકમાં ખૂબ જ ઝડપથી મોટો ફેરફાર કર્યો છે. જાહ્નવી આજે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ‘ફેશનિસ્ટા’ બની ગઈ છે.જાહ્નવી કપૂર તેની માતા શ્રીદેવીની ખૂબ જ નજીક હતી. તેના ગયા પછી પણ, જાહ્નવી ઘણીવાર તેની માતા માટે ભાવનાત્મક પોસ્ટ લખે છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું હતું કે તેની માતાએ એવું નહોતું વિચાર્યું કે તેને આ ઈન્ડસ્ટ્રી માટે બનાવવામાં આવી છે, પરંતુ જાહ્નવીએ પોતાની એક્ટિંગથી આ બાબતમાં તેને ખોટી સાબિત કરી દીધી. જોકે તેની માતા તેને સ્ક્રીન પર જોઈ શકી ન હતી.

Shah Jina