બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં જામનગરમાં વેકેશન માણી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ શિખર, બહેન ખુશી કપૂર અને ભાઈ અર્જુન કપૂર સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. અભિનેત્રીએ માત્ર બોયફ્રેન્ડ શિખર સાથે જ પાર્ટી નથી કરી પરંતુ ભાઈ અર્જુન કપૂર અને બહેન ખુશી કપૂર સહિત અનેક ફ્રેન્ડ્સ સાથે ઘણી મસ્તી પણ કરી હતી.
આ વખતે જાહ્નવી કપૂરે તેના ખાસ મિત્રો અને પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી, જેની તસવીરો તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં એક તસવીરમાં જાહ્નવી કપૂર તેના બોયફ્રેન્ડ શિખર સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. ફોટોઝમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જાહ્નવી કપૂરે પાર્ટીમાં ઘણુ એન્જોય કર્યુ.
જાહ્નવીએ બોયફ્રેન્ડ શિખર, બહેન ખુશી, તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ વેદાંગ રૈના, ભાઇ અર્જુન કપૂર, બેસ્ટફ્રેન્ડ ઓરી સાથે ખૂબ જ મસ્તી કરી હતી. એક તસવીરમાં જાહ્નવી શિખરની બાહોમાં જોવા મળી જ્યારે એક તસવીરમાં તેના ભાઇ વીર સાથે તેનું ખાસ બોન્ડિંગ જોવા મળ્યુ. આ સાથે જ જાહ્નવી કપૂરનો ક્રિસમસ પાર્ટીનો લુક વાયરલ થઈ રહ્યો છે.
જાહ્નવી ઉપરાંત ઓરીએ પણ ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. જણાવી દઈએ કે આ પાર્ટી જામનગરમાં થઈ હતી. તમામ સેલેબ્સની સાથે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી હતી. તમે તસવીરોમાં જોઈ શકો છો કે આ દરમિયાન દરેક લોકો ખૂબ જ ખાસ લુકમાં જોવા મળ્યા હતા.
જ્યારે ઓરીએ લેપર્ડ પ્રિન્ટનો ડ્રેસ પહેર્યો હતો, તો રાધિકા પણ સુંદર લાગી રહી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, બોલિવૂડનો હેન્ડસમ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર તેમની અપકમિંગ ફિલ્મ ‘પરમ સુંદરી’ને લઇને ચર્ચામાં છે.
આ બંને પહેલીવાર ઓનસ્ક્રીન સાથે દેખાશે. મંગળવારે જ નિર્માતાઓએ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું. આ સાથે જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘પરમ સુંદરી’ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
સિદ્ધાર્થ અને જાહ્નવી સ્ટારર આ ફિલ્મનું શૂટિંગ કેરળમાં થયું છે, ફિલ્મ ‘પરમ સુંદરી’નું પોસ્ટર મેડૉક ફિલ્મ્સના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યું.
જેના કેપ્શનમાં લખવામાં આવ્યુ, ‘નોર્થ કા સ્વેગ, સાઉથ કી ગ્રેસ, જબ દો દુનિયા ટકરાતી હે તો ચિંગારી ઉઠતી હૈ. દિનેશ વિજન પ્રસ્તુત પરમ સુંદરી. તુષાર જલોટા દ્વારા નિર્દેશિત એક પ્રેમ કહાની, 25 જુલાઈ 2025ના રોજ થિયેટરોમાં આવી રહી છે.
View this post on Instagram