લો બોલો…90 લાખની જેગુઆર ભારતના રોડ પર સ્પીડ બ્રેકર પાર ના કરી શકી…લોકોએ ધક્કો મારીને કરવી પડી મદદ… જુઓ વીડિયો

રોડ પર બનાવેલા મોટા સ્પીડ બ્રેકરમાં ફસાઈ ગઈ લાખો રૂપિયાની લક્ઝુરિયસ જેગુઆર કાર, પછી લોકોએ કર્યું એવું કે… જુઓ વીડિયો

લક્ઝુરિસ કાર લેવાનું સપનું દરેક વ્યક્તિ જોતા હોય છે. પરંતુ તેની કિંમત એટલી વધારે હોય છે કે સામાન્ય વ્યક્તિ માટે તે ખરીદવી લગભગ અશક્ય હોય છે. ત્યારે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે લોકો આવી ગાડીઓ ખરીદી પણ લે છે પરંતુ ભારતના રોડ રસ્તા પર તેમને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

તમે ઘણીવાર વાયરલ થતા વીડિયોમાં જોયું હશે કે કોઈ કોઈ કાર રસ્તા પર પડેલા ભુવામાં ફસાઈ જાય તો ઘણીવાર ખાડામાં પડી જતી હોય છે. ત્યારે હાલ એક લક્ઝુરિયસ જેગુઆરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં 90 લાખની જેગુઆર કાર રોડ પર બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકરની વચ્ચે ફસાઈ જાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર વીડિયો મુંબઈનો જણાવવામાં આવી રહ્યો છે. અહીં એક મોટું સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું. તેને ક્રોસ કરતી જગુઆર કાર અધવચ્ચે ફસાઈ ગઈ. જેના બાદ ન તો આગળ જઈ શકી કે ન પાછળ. આ પછી આસપાસના કેટલાક લોકોએ ભેગા મળીને તેને ધક્કો માર્યો હતો. જગુઆર કાર એવી રીતે અટકી હતી કે પાછળનું ટાયર એક જગ્યાએ ફરતું હતું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

એક વ્યક્તિએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. અને તે વાયરલ થઇ ગયો. વીડિયો શેર કરતા સિદ શર્મા નામના એક ઈન્સ્ટા યુઝરે લખ્યું કે, “આપણી આર્થિક રાજધાનીમાં સારા રસ્તા કેમ નથી?” આ વીડિયો પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે આવું જ એક બ્રેકર બોરીવલી વેસ્ટના લિંક રોડ પર પણ છે. તે ખૂબ જ નકામું છે અને દરેક વખતે મારી કાર તેને સ્પર્શ કરી શકે છે.

Niraj Patel