...
   

દુઃખદ: ચંદ્રયાન 3ના લોન્ચિંગમાં કામ કરનાર વૈજ્ઞાનિકનું હાર્ટ એટેકથી મોત !

ISRO scientist Valramathi passes away : આજે આખા દેશને ચંદ્રયાન 3ની સફળતા માટે ગૌરવ થઇ રહ્યું છે. જયારે ચંદ્રયાન 3 લોન્ચ થયું ત્યારે એ ઐતિહાસિક ઘટનાને દેશના મોટાભાગના લોકોએ વખાણી. પરંતુ હાલ ઈસરોમાંથી એક દુઃખદ ખબર સામે આવી છે. ઈન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના વૈજ્ઞાનિક અને એજન્સીના રોકેટ કાઉન્ટડાઉન લોન્ચ પાછળનો પ્રતિકાત્મક અવાજ જે તમે દરેક લોન્ચ મિશન પર સાંભળતા હતા તે  હવે ફરી ક્યારેય સાંભળવા નહીં મળે. ઈસરોના વૈજ્ઞાનિક એન વલરામથીનું ચેન્નાઈમાં નિધન થયું છે.

હાર્ટ એટેકથી થયું નિધન :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને રવિવારે 3 સપ્ટેમ્બર, 2023ના રોજ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ સમયે પણ જે કાઉન્ટ ડાઉન આખા દેશે સાંભળ્યું હતું, તેણે તેની જાહેરાત પણ કરી હતી. વલરામટથીનો પ્રતિષ્ઠિત અવાજ હવે શ્રીહરિકોટાથી ISROના ભાવિ મિશનની ગણતરીની જાહેરાત નહિ કરે, જેમણે માત્ર વૈજ્ઞાનિક સમુદાયને જ નહીં પણ સામાન્ય લોકોને પણ દુઃખી કર્યા છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

6 વર્ષથી હતા કાર્યરત :

એન વલરામથીના નિધનના સમાચાર મળતાં, ISROના મટિરિયલ્સ અને રોકેટ મેન્યુફેક્ચરિંગ સ્પેશિયાલિસ્ટ અને ડાયરેક્ટર ડૉ પીવી વેંકટ કૃષ્ણન (નિવૃત્ત) એ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “ઇસરોના ભાવિ મિશનની ગણતરી કરવા માટે શ્રી હરિકોટાથી વાલરામથી મેડમનો અવાજ લેવામાં નહિ આવૅ.” ચંદ્રયાન-3 તેમનું અંતિમ કાઉન્ટડાઉન હતું. અણધાર્યું અવસાન. બહુ જ દુઃખ થયું. પ્રણામ !” સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે રેન્જ ઓપરેશન્સ પ્રોગ્રામ ઓફિસના ભાગ રૂપે, વલરામથી છેલ્લા છ વર્ષથી તમામ પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન જાહેરાતો કરી રહી હતી.

લોન્ચિંગના કાઉન ડાઉનમાં હતો તેમનો અવાજ :

જોકે તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા, અને તેમણે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે ઈસરોની પ્રી-લોન્ચ કાઉન્ટ ડાઉન ઘોષણાઓ પાછળ તેણીનો અવાજ હતો અને તેમણે છેલ્લી જાહેરાત 30 જુલાઈના રોજ કરી હતી, જ્યારે પીએસએલવી-સી56 રોકેટે 7 સિંગાપોરિયન ઉપગ્રહોને વાણિજ્યિક મિશન તરીકે વહન કર્યું હતું. એવું પણ બહાર આવ્યું છે કે સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં રેન્જ ઓપરેશન્સ પ્રોગ્રામ ઓફિસના ભાગ રૂપે, તે છેલ્લા 6 વર્ષથી તમામ પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન જાહેરાતો કરી રહી હતી.

Niraj Patel