બોલીવુડના સેલેબ્રિટીઓની જેમ જ ક્રિકેટરો પણ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલા રહેતા હોય છે, તેમના અંગત જીવન વિશે પણ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ થતી હોય છે, વળી તેમના ચાહકો પણ તેમની પર્સનલ લાઈફ વિશે જાણવા આતુર બેઠા હોય છે. ક્રિકેટની રમતમાં નામ બનાવી ચૂકેલા ક્રિકેટરોની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ વિશે પણ ઘણા લોકોને જાણવાની ઈચ્છા હોય છે.
આજે અમે તમને એવા જ એક ક્રિકેટરની ગર્લફ્રેન્ડ વિશે જણાવીશું, જેની સુંદરતાની ચર્ચાઓએ માહોલ ગરમ કર્યો છે અને તેની હોટ તસવીરો પણ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ પણ થતી હોય છે.
અમે વાત કરી રહ્યા છીએ આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન તરફથી રમી રહેલા ક્રિકેટર ઈશાન કિશનની કથિત ગર્લફ્રેન્ડ વિશે. જેનું નામ અદિતિ હુંડીયા છે. તે વ્યવસાયે એક મોડલ છે. આ ઉપરાંત તે ફેમિના મિસ ઇન્ડિયા ફાઇનાલિસ્ટ પણ રહી ચુકી છે અને 2018માં મિસ સુપરનેશનલ ઇન્ડિયા એવોર્ડ પણ જીતી ચુકી છે.
22 વર્ષના ઈશાન કિશનને મોટાભાગે 23 વર્ષની મોડલ અદિતિ હુંડીયા સાથે તસવીરો ક્લિક કરતા જોવા મળે છે. ઘણા રિપોર્ટની અંદર દાવો કરવામાં આવ્યો છે કે અદિતિ ઈશાનની ગર્લફ્રેન્ડ છે.
આ ઉપરાંત અદિતિને મુંબઈ ઇન્ડિયનની કેટલીક મેચો દરમિયાન પણ ઈશાન કિશનને સપોર્ટ કરતા પણ જોવામાં આવી છે. અદિતિની તસ્વીરોને પણ લોકો ખુબ જ પસંદ કરે છે અને સોશિયલ મીડિયામાં તેની તસવીરો ખુબ જ વાયરલ પણ થતી હોય છે.
અદિતિએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ત્યારબાદ સેન્ટ જીવિયર્સ કોલેજમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે.
આદિતિ વ્યવસાયે એક મોડલ છે, જે તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવેલા ફોટો દ્વારા જાણી શકાય છે. ઇન્સ્ટાગ્રામ ઉપર અદિતિ તેની ખુબ જ હોટ અને ગ્લેમરેસ તસવીરો પોસ્ટ કરતી રહે છે.
હજુ સુધી ઈશાન કિશને પોતાના આ સંબંધ ઉપર સાર્વજનિક રૂપથી કોઈ ટિપ્પણી નથી કરી. પરંતુ મેદાન ઉપર ભારતીય ક્રિકેટરોની ઉપલબ્ધીઓ વિશે અદિતિ હુંડીયાની પોસ્ટ તેના કનેક્શનની લગભગ પુષ્ટિ કરી જ દીધી છે.
જયારે ઈશાન કિશને પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય કેપ મેળવી હતી ત્યારે અદિતીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર કેપ સમારંભનો વીડિયો પણ શેર કર્યો હતો.
અદિતિ એક મોડલ છે અને તેના જ કારણે તે પોતાના સ્ટાઈલિશ લુકને લઈને ચર્ચામાં રહે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરેલ તસ્વીરોમાં અદિતિના ગ્લેમરસ હોવાની કહાની પણ જણાવી રહી છે.
આદિતિની ગ્લેમરસ તસવીરો ઉપર ચાહકો ખુબ જ પ્રેમ લૂંટાવે છે. સોશિયલ મીડિયામાં તેનું ખુબ જ મોટું ફેન ફોલોઇંગ પણ છે.