Neha Kakkar Pregnancy News Viral : બોલિવૂડ સિંગર નેહા કક્કર આજકાલ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફના કારણે પણ ચર્ચામાં છે. તાજેતરમાં નેહાએ તેનો 35મો જન્મદિવસ ઉજવ્યો હતો, પરંતુ આ ખાસ અવસર પર તેનો પતિ રોહનપ્રીત હાજર નહોતો. સિંગરના બર્થડે સેલિબ્રેશનની તસવીરોમાં રોહનપ્રીતને ન જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે.
ત્યાં છૂટાછેડાની ખબરો વચ્ચે ગુડ ન્યુઝ વાયરલ થઇ રહી છે. નેહાએ હાલમાં જ તેનો જન્મદિવસ તેના માતા-પિતા અને બહેન સોનુ કક્કર સાથે ઉજવ્યો હતો. આવી સ્થિતિમાં સિંગરે આ સેલિબ્રેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી, પરંતુ એક પણ તસવીરોમાં નેહાનો પતિ રોહનપ્રીત ક્યાંય જોવા ન મળતા ચાહકોએ બંને વચ્ચેના સંબંધો અંગે ચિંતા વ્યક્ત કરવાનું શરૂ કર્યું હતું.
આ દરમિયાન નેહાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સિંગર પિંક ડ્રેસમાં જોવા મળી રહી છે. વિડિયો જોઈને પહેલી નજરે લાગે છે કે નેહા કદાચ પ્રેગ્નેટ છે. વાયરલ વીડિયોમાં સિંગર પોતાનું પેટ પકડીને એવી રીતે જોવા મળે છે કે જાણે તે પ્રેગ્નેટ હોય. કેટલાક લોકો આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં નેહાને અભિનંદન પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘હા, તે ગર્ભવતી દેખાઈ રહી છે કારણ કે તેણે તેના પેટ પર હાથ રાખ્યો છે.’
અન્ય યુઝરે લખ્યું કે ‘આ સાચું નથી, ઓકે’. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે “અભિનંદન!!”જણાવી દઈએ કે નેહા કક્કરના પ્રેગ્નેટ હોવાની કોઇ ઓફિશિયલ માહિતી સામે આવી નથી. નેહાએ વર્ષ 2020માં પંજાબી સિંગર રોહનપ્રીત સાથે લગ્ન કર્યા હતા, જે બાદથી સિંગરની પ્રેગ્નેંસીને લઈને અવાર નવાર અટકળો ચાલતી રહે છે. રોહનપ્રીત સિંહ નેહા કરતા 7 વર્ષ નાનો છે. નેહા-રોહનનો પ્રેમ ઓગસ્ટ 2020માં શરૂ થયો હતો અને માત્ર બે મહિનાની ડેટિંગ પછી બંનેએ 24 ઓક્ટોબર 2020ના રોજ ધામધૂમથી લગ્ન કરી લીધા.
જણાવી દઈએ કે નેહા કક્કરે એકવાર ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને 3’ માં તેના બેબી પ્લાનિંગ વિશે વાત કરી હતી. નેહા કક્કરે કહ્યું હતું કે, “રોહુ (રોહનપ્રીત) અને મેં હજુ સુધી બાળક વિશે વિચાર્યું નથી, પરંતુ જ્યારે અમે બેબી પ્લાનિંગ કરીએ છીએ, ત્યારે અમે તેને ગુંજન (શોની સ્પર્ધક) જેવી બનાવવા ઈચ્છીએ છીએ.” સિંગરના આ નિવેદન પરથી લાગે છે કે તેને દીકરી જોઈએ છે.
View this post on Instagram