આમિર ખાનની લાડલી પર ચઢ્યો રોમાન્સનો ખુમાર, પાણીમાં બંને ઉતરીને એકબીજાને કિસ કરવા લાગ્યા, જુઓ PHOTOS 

આમિર ખાનની લાડલી પર ચઢ્યો રોમાન્સનો ખુમાર, પાણીમાં બંને ઉતરીને એકબીજાને કિસ કરવા લાગ્યા, જુઓ PHOTOS

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાનનની લાડલીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલું જ પસંદ છે જેટલું આમિર ખાન સોશિયલ મીડિયાથી દૂર રહે છે. આઇરા ખાન લગભગ દરરોજ તેના ચાહકો સાથે તેના જીવનના પાસાઓ શેર કરે છે અને આ વખતે પણ તેણે તેના સંબંધો વિશે એક પોસ્ટ કરી છે. આઇરા ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે તેના બોયફ્રેન્ડ સાથેની પણ ઘણી તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે.

હાલમાં જ તેણે તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથેના કેટલાક કોઝી ફોટા શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર તેના બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરતી વખતે આઇરા ખાને લખ્યું, ખરેખર બે વર્ષ થઈ ગયા છે પરંતુ લાગે છે કે તે હંમેશા આવું હતું. હું તમને તેટલો પ્રેમ કરું છું જેટલી હું ખરેખર સક્ષમ છું. દરેક વસ્તુ માટે આભાર. આઇરા ખાન તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે આ તસવીરોમાં ખૂબ જ સારુ બોન્ડિંગ શેર કરતી જોવા મળી રહી છે.

તેણે સોશિયલ મીડિયા પર પૂલની કેટલીક તસવીરો શેર કરી છે. આઇરા ખાન પોતાની અંગત જિંદગીને લઈને અવાર નવાર હેડલાઈન્સમાં રહે છે. આઇરા નૂપુર શિખરને બે વર્ષથી ડેટ કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરતી રહે છે.નૂપુર શિખરે ફિટનેસ ટ્રેનર છે અને તેણે આઇરા ખાનના પિતા અને મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનને પણ ટ્રેનિંગ આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

આઇરા અને નુપૂરે લોકડાઉન દરમિયાન ડેટિંગ કરવાનું શરૂ કર્યું, ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા સ્ટારકિડે નુપુરને તેની ફિટનેસની કાળજી લેવા માટે ટ્રેનર તરીકે હાયર કર્યો હતો. આ પહેલા આયરા મિશાલ ક્રિપલાની સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ બે વર્ષ સુધી ચાલેલા આ અફેરનો ડિસેમ્બર 2019માં અંત આવ્યો હતો. આઇરા આમિર ખાન અને તેમની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollyy (@bollyydotcom)

બોલિવૂડ સ્ટાર આમિર ખાનની દીકરી આઈરા ખાન આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. ઈરા ખાન પોતાના જન્મદિવસ પર બિકીમાં કેક કાપવાને કારણે ટ્રોલ્સના નિશાના પર આવી હતી. બર્થડે પર તેની ડ્રેસ સેન્સ ટ્રોલર્સને બિલકુલ પસંદ ન આવી. ત્યારે ફરી એકવાર બિકી ફોટો શેર કરીને આઇરા ખાને ટ્રોલર્સ અને નફરત કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. આઇરા ખાન તેની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ આઇરાએ તેના માતાપિતા, બોયફ્રેન્ડ અને મિત્રો સાથે તેનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

આ પ્રસંગે પરિવારે પૂલ પાર્ટી કરી હતી. આ દરમિયાન આઇરાએ બિકી પહેરી હતી અને પરિવાર સાથે કેક કાપી હતી. આઇરાને બિકીમાં જોઈને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી આઇરાએ તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપતા તેના કેટલાક બિકી ફોટા સોશિયલ મીડિયા પર ધડાધડ શેર કર્યા. આમિર ખાનની દીકરીએ તેની ટીકા કરનારાઓને કડક જવાબ આપતા લખ્યું, ‘જો બધાએ મારા જન્મદિવસની તસવીરો પર નફરત અને ટ્રોલ કરવાનું બંધ કર્યું છે… તો અહીં કેટલીક વધુ તસવીરો જુઓ.’

આયરાની આ તસવીરોમાં તે બોયફ્રેન્ડ નુપુર શિખર, તેના નજીકના મિત્રો અને અભિનેત્રી ફાતિમા સના શેખ સાથે બિકીમાં જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે 8 મે, 2022ના રોજ આઇરાએ તેના જન્મદિવસની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ પ્રસંગે બિકી પહેરવા બદલ લોકો તેની આકરી ટીકા કરી રહ્યા હતા. આ તસવીરોમાં આમિર, રીના, સાવકો ભાઈ આઝાદ, બોયફ્રેન્ડ નુપુર શિખર, કિરણ રાવ અને આઇરાની સાથે મિત્રો સામેલ હતા. હવે આઇરાએ આ પૂલ પાર્ટીની કેટલીક વધુ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Indiacelebs (@indiacelebs)

આઇરા આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે. આઈરા ખાન હજુ સુધી કોઈ બોલિવૂડ પ્રોજેક્ટ સાથે જોડાયેલી નથી પરંતુ તેની રુચિ થિયેટર અને ડિરેક્શનમાં છે. વર્ષ 2019માં તેના નિર્દેશનમાં બનેલું એક નાટક પણ રિલીઝ થયું છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાન છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ખરાબ રીતે બોક્સ ઓફિસર પર પછડાઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by I B C Telugu (@ibc_telugu)

હવે આમિર ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કરીના કપૂર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રિમેક છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ બાદ આમિર ખાન સ્પેનિશ ફિલ્મની હિન્દી રિમેકમાં જોવા મળી શકે છે.

Shah Jina