ઘોડી પર ચઢીને નહિ પરંતુ ચડ્ડો અંગે ગંજી પહેરી લગ્ન કરવા માટે દોડીને આવ્યો આમિર ખાનનો જમાઈ, કન્યાએ કહ્યું, “હવે નાહી લે…” જુઓ

ચડ્ડો અને ગંજી પહેરીને પરણવા આવેલા આમિર ખાનના જમાઈને લોકો કરી રહ્યા છે ટ્રોલ, સ્ટેજ પરથી આયરાએ પતિને સીધો જ નાહવા માટે ધકેલ્યો, જુઓ વીડિયો

Ira Khan-Nupur Shikhare’s Wedding: બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનની લાડલી દીકરી આયરા ખાન અને નુપુર શિખરેના લગ્ન સતત ચર્ચામાં છે. આ કપલના વેડિંગ લૂક અને વેડિંગ ફંક્શનને લઈને ચર્ચા છે. આમિર ખાનથી શરૂ કરીને પરિવારના દરેક સભ્ય અલગ-અલગ સ્ટાઈલમાં સજ્જ જોવા મળ્યા હતા. જ્યારે આયરાએ કોકણી સ્ટાઈલનો ડ્રેસ પહેર્યો હતો, ત્યારે તેના પતિ નુપુર માત્ર શોર્ટ્સ અને સેન્ડોમાં જ જોવા મળ્યો હતો. જ્યારે આમિર ખાને દીકરીના લગ્ન માટે ધોતી-કુર્તા પસંદ કર્યા હતા.

ચડ્ડો અને ગંજી પહેરીને પરણવા આવ્યો :

લગ્નના વીડિયો સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આયરા ખાન લગ્ન પછી તરત જ તેના પતિને બાથરૂમ મોકલતી જોવા મળી હતી, તે પણ બધાની સામે. વરરાજા આયરા ખાનના લગ્નમાં 8 કિલોમીટર જોગિંગ કરીને પહોંચ્યો હતો. આ કારણોસર તે પસીનામાં તરબોળ હતો. તે સ્થળ પર મોડો પહોંચ્યો હતો, તેથી તેણે શોર્ટ્સ અને સેન્ડલ પહેરીને લગ્ન કરવા પડ્યા, પરંતુ લગ્ન પછી તરત જ તેની નવી પરણેલી પત્નીએ તેને નહાવા માટે સીધો મોકલી દીધો. જો કે આને લઈને કેટલાક લોકો નૂપુરને ટ્રોલ પણ કરી રહ્યા છે.

આયરાએ બાથરૂમમાં ધકેલ્યો :

સામે આવેલા વીડિયોમાં આયરા કહે છે કે હવે નૂપુરને નહાવા જવું પડશે. આ સાંભળીને નૂપુર સ્ટેજ પર ઊભો રહે છે અને હાથ હલાવીને આયરાના શબ્દો સાથે સંમત થાય છે. આ જોઈને બધા હસી પડે છે.  તમને જણાવી દઈએ કે, 5 જાન્યુઆરીએ ફરીથી ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ યોજાશે, જેમાં નૂપુર અને આયરાના મિત્રો હાજરી આપશે. બરાબર એક અઠવાડિયા પછી, 13 જાન્યુઆરીએ, BKC જિયો સેન્ટરમાં બોલિવૂડ, સાઉથ અને રાજકારણ સાથે સંકળાયેલા કેટલાક લોકોને આમંત્રણ આપીને ભવ્ય રિસેપશન પણ  રાખવામાં આવશે.

ડીપ્રેશનમાંથી આયરને કાઢી હતી બહાર :

તમને જણાવી દઈએ કે, નુપુર શિખરે આમિર ખાનનો ટ્રેનર રહી ચુક્યો છે. તેણે આમિર ખાનના ઘણા મોટા શરીર પરિવર્તનમાં મદદ કરી. આટલું જ નહીં નુપુરે સુષ્મિતા સેનને ફિટનેસની ટ્રેનિંગ પણ આપી છે. આ તાલીમ સત્રો દરમિયાન તે આમિર ખાનની દીકરીને પણ મળ્યો હતો. નૂપુરે પણ આયરાને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં ઘણી મદદ કરી હતી. આમિર ખાને પોતે પણ આ વિશે ઘણી વખત કહ્યું છે. આયરા અને નુપુર બંને એકબીજાના પરિવારની ખૂબ જ નજીક છે અને બંનેએ વર્ષ 2022માં સગાઈ કરી હતી અને હવે લગ્ન પણ કરી લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Niraj Patel