આઇપીએસ ઓફિસરે આ રીતે ઘટાવી નાખ્યું પોતાનું 43 કિલો વજન, હવે દેખાય છે ખુબ જ સ્માર્ટ, જણાવી તેમની વેઇટ લોસ જર્ની, જુઓ તમે પણ

વધતા વજનની દરેક વ્યક્તિને ચિંતા હોય છે. દરેક વ્યક્તિ ફિટ અને સ્ટ્રોંગ રહેવા માંગે છે, પરંતુ આજની જીવન શૈલી અને બહારની ખાણીપીણી વજનમાં વધારો કરી જ દેતી હોય છે, ઘણીવાર વધારે વજન અને સુડોળ શરીરના કારણે આપણે શરમનો પણ સામનો કરવો પડે છે, પરંતુ વજન ઘટાડવા માટેના ઘણા બધા સરળ રસ્તાઓ રહેલા છે.

વજન ઉતારવું મુશ્કેલ કામ નથી એ વાત સાબિત કરી બતાવી છે આઇપીએસ ઓફિસર વિવેક રાજ કુકરેલાએ. તેમને પોતાનું વજન ઓછું કરી નાખ્યું અને બતાવી દીધું કે આ દુનિયામાં અશક્ય કશું જ નથી. આજે અમે તમને આ આઇપીએસ અધિકારીના વજન ઘટાવવાની કહાની જણાવીશું.

આઇપીએસ વિવેકે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની ફિટેન્સ યાત્રા શેર કરીને જાણકારી આપી છે. તેમને જણાવ્યું છે કે તે જયારે 8માં ધોરણમાં ભણતા હતા ત્યારે તેમનું વજન 88 કિલો હતું. જયારે તેમને રાષ્ટ્રીય પોલીસ અકાદમી સાથે જોડાણ કર્યું ત્યારે તેમનું વજન 134 કિલો હતું.

જેના બાદ એનપીએ ટ્રેનિંગમાં તેમનું વજન 104 કિલો થઇ ગયું. જે એમના માટે મોટી વાત હતી. તેમને જણાવ્યું કે તેમના કેરિયરની શરૂઆતમાં તેમનું પોસ્ટિંગ બિહારના નક્સલી એરિયામાં થયું હતું. અહીંયા તેમનું વજન ફરીથી વધુ ગયું અને 138 કિલોના થઇ ગયા.

તેમનું માનવું છે કે વધારે ખાવાની આદત વજન વધારો થવાનું કારણ છે. તે એમ પણ જણાવે છે કે હું ફૂડી છું. બહુ જ ખાતો હતો હું. જમવાનું વેસ્ટ ના થવું જોઈએ એ મારો મોટો હતો.

જેના બાદ તેમને વોકિંગ કરવાનું શરૂ કર્યું. તે વધારે ચાલવા લાગ્યા. આ તેમના જીવનનો એક ભાગ બની ગયો. આ ઉપરાંત તેમને પોતાનું ડાયટ પણ પ્લાન કર્યું. તે હેલ્દી ખાવાનું ખાવા લાગ્યા. જેમ જેમ તેમનું વજન ઘટવા લાગ્યું તેમને વધારે હિંમત મળવા લાગી અને તે આના ઉપર જ કામ કરવા લાગ્યા.

અત્યાર સુધીમાં તે ડાયટ અને વોકિંગના માધ્યમથી પોતાનું 43 કિલો વજન ઓછું કરી ચુક્યા છે. તે જણાવે છે કે તે પોતાની બોડીને વધારે સારા શેપમાં જોવા માંગે છે.

તેમની આ વજન ઘટાડવાની યાત્રા લોકોને પ્રેરણા આપી રહી છે. તો જુઓ મિત્રો, વોક કરો, વર્કઆઉટ કરો અને એટલું જ ખાઓ જેટલી ભૂખ હોય. આ વાતો આઇપીએસ સાહેબના વેઇટ લોસનો મૂળ મંત્ર છે. ((તમામ તસવીરો : સોસીયલ મીડિયા)

 

Niraj Patel