જે પોલીસ સ્ટેશનમાં પિતા હતા કોન્સ્ટેબલ ત્યાં જ IPS દીકરો બનીને આવ્યો એસપી, પિતાને કરવી પડી સલામ, જુઓ દીકરા અને પિતાની સુંદર કહાની

આપણા હિન્દૂ ધર્મમાં આપણે જોયું છે કે દીકરાઓ પોતાના માતાપિતાને પગે લાગતા હોય છે, પરંતુ આજે અમે તમને એક એવી કહાની જણાવીશું જેમાં દીકરો પોતાના પિતાને ઘરમાં તો પગે લાગે છે,  પરંતુ ફરજ દરમિયાન પિતાને પોતાના દીકરાને સલામ મારવી પડે છે.

આ અનોખો સંયોગ જોવા મળ્યો છે યુપીની રાજધાની લખનઉમાં. જ્યાં એક પિતા કોન્સ્ટેબલ છે અને તેજ વિસ્તારમાં તેમના આઇપીએસ દીકરાનું પોસ્ટિંગ એસપીના રૂપમાં થયું છે. જેની હાલમાં ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે.

થોડા વર્ષો પહેલા જ આઇપીએસ અનુપ કુમાર સિંહનું ટ્રાન્સફર લખનઉમાં થયું હતું. તેમને લખનઉના નોર્થમાં એસીપી બનાવવામાં આવ્યા હતા. વિભૂતિખંડ પોલીસ સ્ટેશન પણ લખનઉના નોર્થમાં આવે છે.. આપીએસ અનુપ કુમારના પિતા જનાર્દન સિંહ વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલના રૂપમાં ફરજ બજાવી રહ્યા છે.

વિભૂતિખંડ લખનઉના સૌથી પૉશ વિસ્તારમાં આવે છે. ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન, સૂચના આયોગ, માનવાધિકાર આયોગ, હાઇકોર્ટ સહીત ઘણા મહત્વપૂર્ણ સરકારી પ્રતિષ્ઠાન આ વિસ્તાર સાથે જોડાયેલા છે. માટે નક્કી જ છે કે એસપીએ હોવાના કારણે આઇપીએસ અનુપ કુમાર સિંહનું અહીંયા આવવા જવાનું રહેતું હશે. જેના કારણે તેમના પિતા સાથે પણ આમનો સામનો થતો જ રહેવાનો.

કોન્સ્ટેબલ પિતા જનાર્દન સિંહનું કહેવું છે કે આ મારા માટે ગર્વની વાત છે કે હવે મારો દીકરો મારો સિનિયર છે. દીકરાના નૈતૃત્વમાં કામ કરવું મને સારું લાગે છે. તેમને કહ્યું કે જયારે દીકરો આઇપીએસ બન્યો હતો ત્યારે તે ખુબ જ ખુશ હતા. પોરિવાર માટે આ બીજો ખુશીનો પ્રસંગ છે કે તેનું પોસ્ટિંગ અહીંયા થયું છે.

એસપી અનુપકુમાર સિંહનું કહેવું છે કે ફરજ પરની અને અંગત જીવન અલગ અલગ છે. હું પણ આ વિસ્તારમાં છું. ઘરે હું મારા પિતાના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લઈશ. અને ફિલ્ડમાં હું મારી ફરજ નિભાવીશ. પોતાના પ્રોટોકોલનું પાલન કરીશ. તમને જણાવી દઈએ કે અનુપ કુમાર સીંહ સરકારી આવાસમાં જ રહેતા હતા, જયારે તમેના પિતા અને તેમનો પરિવાર લખનઉના વિક્રાંત ખંડમાં રહે છે.

Niraj Patel