ખેલ જગત દિલધડક સ્ટોરી મનોરંજન

ભારતીય ટીમના ક્રિકેટર્સની આ 8 પત્નીઓ, લાગે છે બોલીવુડની આ હીરોઇનોની જેમ….7 માં નંબરની તો કોપી તો કોપી છે

આ 8 ક્રિકેટરો શું નસીબ લઈને આવ્યા છે, બોલીવુડની હીરોઇનો જેવી જ પત્નીઓ મળી- જુઓ

આજકાલના સમયમાં ક્રિકેટને દુનિયાનો સૌથી ફેવરિટ ખેલ માનવામાં આવે છે. મોટાભાગે દરેક લોકો ક્રિકેટ જોવું ખુબ જ પસંદ કરે છે જે લોકોને પહેલા ક્રિકેટ રમવાનો શોખ ન હતો હવે તેઓ પણ ક્રિકેટ જોવામાં રસ લેવા લાગ્યા છે.

ક્રિકેટના ચાહકોના દિલ પર તેમની પસંદગીના ક્રિકેટર્સ રાજ કરે છે, એવામાં દરેક લોકો પોતાના ફેવરિટ ક્રિકેટરના પર્સનલ લાઈફ વિશે જાણવામાં રસ રાખતા હોય છે. પણ આપણામાંથી મોટાભાગના લોકો નથી જાણતા કે તેના દિલો પર કોણ રાજ કરે છે.

આપણે સ્ટેન્ડમાં ઘણીવાર બોલિવૂડની અભિનેત્રીઓને આપણા ક્રિકેટરોને ચીયર કરતા જોઈએ છીએ, કારણ કે ક્રિકેટ અને બોલિવૂડનો જૂનો નાતો છે. ત્યારે આજે ભારતીય ટીમના ખેલાડીઓની પત્નીઓ વિશે વાત કરીશું કે જેઓ હૂબહૂ બૉલીવુડ અભિનેત્રીઓ જેવી જ દેખાય છે. જેઓ એકબીજાની એકદમ હમશકલ દેખાય છે.

Image Source

તાનિયા યાદવ-પ્રાચી દેસાઈ: તાનિયા યાદવ ભારતીય ક્રિકેટ ટીમના બેહતરીન અને તેજ ગેંદબાજ ઉમેશ યાદવની પત્ની છે અને તેનો ચહેરો બોલીવુડની અભિનેત્રી પ્રાચી દેસાઈને ખુબ મળતો આવે છે, એવું પણ કહી શકાય છે કે બંને જુડવા બહેનો જ છે.

Image Source

આયશા મુખર્જી-જૈકલીન ફર્નાડિજ: આયશા મુખર્જીના લગ્ન ભારતીય ટિમના સલામી ક્રિકેટર શિખર ધવન સાથે વર્ષ 2012માં થયા હતા. હાલ તેઓનો એક દીકરો પણ છે જેનું નામ જોરાવર છે. તમે તેની પત્નીને જોશો તો તે બોલીવુડની ફેમસ અભિનેત્રી જૈકલીન ફર્નાડિજની જેમ દેખાય છે.

Image Source

નતાશા જૈન-દિવ્યા ખોસલા: નતાશા જૈન ભારતીય ક્રિકેટ ટીમના બેહતરીન બલ્લેબાજ ગૌતમ ગંભીરની પત્ની છે અને તેનો ચહેરો બોલીવુડની ફેમસ અભિનેત્રી દિવ્યા ખોસલાને ખુબ જ મળતો આવે છે.

જો કે તમને જણાવી દઈએ કે નતાશા જૈન હાઉસવાઈફ છે અને તે લાઈમલાઈટથી ખુબ જ દૂર રહેવાનું પસંદ કરે છે.

ડોના ગાંગુલી-ઈશા દેઓલ: ડોના ગાંગુલી ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને બેહતરીન ક્રિકેટર સૌરવ ગાંગુલીની પત્ની છે. જો તમે તેની તસ્વીરોને જોશો તો તેનો ચહેરો એકદમ બૉલીવુડ અભિનેત્રી ઈશા દેઓલને મળતો આવે છે.

થોડા સમય પહેલા BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એ પણ ગાંગુલીના જલ્દીથી સાજા થવા અંગે આશા જતાવી છે. પીએમ મોદીએ ગાંગુલીની પત્નિ ડોના ગાંગુલી (Donna Ganguly)ને ફોન કરીને વાત કરી હતી. તેમણે ગાંગુલીના સ્વાસ્થ્ય અંગેની જાણકારી પુછી હતી હતી અને તેમની સ્થિતી જાણી હતી. દરમ્યાન સૌરવ ગાંગુલી સાથે પણ વડાપ્રધાન મોદીએ વાતચીત કરી હતી.

Image Source

અંજલિ તેંદુલકર-માધુરી દીક્ષિત: અંજલિ તેંદુલકર ભારતીય ટીમના દિગ્ગ્જ ખેલાડી સચિન તેંદુલકરની પત્ની છે અને તેનો ચહેરો બૉલીવુડની ફેમસ અભિનેત્રી માધુરી દીક્ષિતને મળતો આવે છે.

Image Source

સુષ્મિતા રોય-દીપિકા પાદુકોણ: સુષ્મિતા રોય ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મનોજ તિવારીની પત્ની છે અને તેનો ચહેરો બૉલીવુડની ફેમસ અભિનેત્રી દીપિકા પાદુકોણને મળતો આવે છે જે એકદમ દીપિકા જેવી જ દેખાય છે.

આ કપલને અલગ અલગ પ્લેસ પર ફરવાનો ઘણો શોખ છે. ક્રિકેટ મેચ ન હોય ત્યારે આ કપલ વિદેશમાં નવી નવી જગ્યાએ ફરવા જાય છે અને તેની તસવીરો ઇન્ટરનેટ પર પ્રશંસકો સાથે શેર કરતા રહે છે.

પ્રિયંકા રૈના-રાની મુખર્જી: દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિલ્ડરમાંથી એક સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા રૈના ગરીબ પરિવારોની મદદ કરે છે. તેની પુત્રીના નામથી એક ફાઉન્ડેશન છે, જે સુરેશ રૈના અને પ્રિયંકા બંને સંભાળે છે.

Image Source

પ્રિયંકા રૈના ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સુરેશ રૈનાની પત્ની છે અને તેનો ચહેરો બૉલીવુડની ફેમસ અભિનેત્રી રાની મુખર્જીને મળતો આવે છે. જોકે આ ફાઉન્ડેશનમાં ક્રિકેટરની પત્નીનું વધુ યોગદાન કારણ કે સુરેશ તો ક્રિકેટના કારણે બીઝી હોય છે. જ્યારે પણ તેને તક મળે છે ત્યારે ફાઉન્ડેશનના કામમાં લાગી જાય છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા વ્યવસાયે બેકિંગ સેક્ટરમાં હતી જ્યાં તેને લાખો રૂપિયાનું પેકેજ હતું. જોકે હવે તે સમાજ સેવામાં લાગી ગઈ છે.

Image Source

મયંતી લેગર-નરગીસ ફખરી: મયંતી લેગર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સ્ટુઅર બિન્નીની પત્ની છે અને તે હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે, તેનો ચહેરો નરગીસ ફખરીને ખુબ મળતો આવે છે.