રશ્મિ દેસાઇએ પહેર્યો એક હૂક વાળા બ્લાઉઝ સાથે ગુલાબી લહેંગો, કોમેડિયન કૃષ્ણાની બહેન આરતીના સંગીત ફંક્શનમાં જોવા મળ્યો જલવો

રશ્મિ દેસાઇના ઢીલા ઢીલા બ્લાઉઝ મચાવી ખલબલી, ગુલાબી લહેંગા પર ડાયમંડની જ્વેલરી અને ચહેરાનું નૂર…ખૂબ જ હસીન છે તસવીરો

ટીવી એક્ટ્રેસ અને કોમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન તેમજ બોલિવુડ એક્ટર ગોવિંદાની ભાણી આરતી સિંહ હાલ તેના લગ્નને લઇને ચર્ચામાં છે. હાલમાં જ મંગળવારે રાત્રે તેની સંગીત સેરેમની યોજાઇ, જેમાં ટીવીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ દરમિયાન એક્ટ્રેસ રશ્મિ દેસાઈને જોઈને બધાની નજર તેના પર જ અટકી ગઈ. રશ્મિ લહેંગા ચોલીમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.

આ લહેંગા સાથે રશ્મિ દેસાઈએ જે બ્લાઉઝ કેરી કર્યો હતો તેણે લોકોનું વધુ ધ્યાન ખેંચ્યુ. આ ડીપ નેક બ્લાઉઝની ડિઝાઈન એકદમ અલગ હતી અને આ બ્લાઉઝ એક હૂક પર જ ટકેલો હતો. આ ગુલાબી લહેંગા ચોલી સાથે રશ્મિએ તેના મેકઅપને સંપૂર્ણ રીતે મેચ કર્યો હતો. રશ્મિના લહેંગાની જાન તેના બ્લાઉઝમાં હતી, જેની ડિઝાઇન એટલી બોલ્ડ હતી કે તે હસીનાની હોટનેસમાં વધારો કરી રહી હતી.

આ વી-નેક અને સ્લીવલેસ બ્લાઉઝમાં આગ એક જ હૂક હતો, જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફુલ એમ્બ્રોઇડરી બ્લાઉઝમાં રશ્મિ ખૂબ જ સુંદર લાગી રહી હતી. રશ્મિએ જે લહેંગા પહેર્યો હતો તે એ-લાઇન હતો, જેનો ઘેરાવ સુંદર હતો, કમરથી લઈને હેમલાઈન સુધી સ્કર્ટ ભરતકામથી ભરેલું હતું. ભરતકામ માટે માળા અને દોરાના કામનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આ લહેંગા સાથે એક સુંદર નેટ દુપટ્ટો પણ હતો, જેને રશ્મિએ એક સાઇડ કેરી કર્યો હતો. આ સાથે તેણે ડાયમંડ જ્વેલરી પહેરી હતી, જેમાં ગળામાં ક્યૂટ નેકપીસ, બ્રેસલેટ અને વીંટીનો સમાવેશ થયા છે. જો કે, આ લહેંગાના કારણે એક્ટ્રેસ ક્યાંક ટ્રોલ પણ થઇ રહી છે. આ દરમિયાનનો અભિનેત્રીનો જે વીડિયો સામે આવ્યો છે તે જોતા લાગી રહ્યુ છે કે અભિનેત્રીને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી.

વીડિયોમાં જોઇ શકાય છે કે એક્ટ્રેસ પોતાના બંને હાથે લહેંગો પકડી ચાલી રહી છે. રશ્મિ દેસાઈના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં જેએનયુ નામની ફિલ્મમાં જોવા મળશે. પહેલા આ ફિલ્મ 5 એપ્રિલ 2024ના રોજ રીલિઝ થવાની હતી પરંતુ પછી તે મુલતવી રાખવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina