ફેમસ એવી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ફરી ચર્ચામાં, પદ્મિનીબા વાળાને ટાર્ગેટ કરી કહ્યુ એવું કે….

એક સમયની ટિકટોક સ્ટાર અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કીર્તિ પટેલ અવાર નવાર વિવાદોમાં રહે છે. કીર્તિ પટેલ ગુનાની દુનિયામાં પણ ફેમસ થઇ ચૂકી છે. અત્યાર સુધી કીર્તિ સામે મારામારી કે ધાક-ધમકીની અનેક ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ અગાઉ ઘણી વખત વિવાદમાં રહી ચૂકી છે. બે વર્ષ પહેલા જ પુણા પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદમાં તેની ધરપકડ કરી હતી. જ્યારે ડુમસ પોલીસ સ્ટેશનમાં પણ તેની વિરુદ્ધ ધમકી અને મારામારીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

ત્યારે હાલમાં ફરી એકવાર કીર્તિ પટેલ ચર્ચામાં આવી છે. કીર્તિ પટેલે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી એવા પદ્મિનીબા વાળાને ટાર્ગેટ કર્યા અને પરસોત્તમ રૂપાલાને માફ કરવાની અપીલ કરી. વીડિયોમાં કીર્તિ કહી રહી છે કે ઓ પદ્મિનીબેન, મારો સવાલ આજે તમને છે પહેલા તમે એમ કહો કે તમારે કરવું છે શું. કેમ કે ક્ષત્રિય સમાજના બાણુ સંકલન સમિતિએ તમને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો, મહાસંમેલન કર્યુ છત્તાં પણ તમને બાણુ સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉઠી ગયો.

તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકોએ આમ કરી લીધુ, ફરી ગયાને મને એકલી મૂકી દીધી ને…તો બેન પહેલા તમારે શું કરવું છે ને એ વિચારી લો. કીર્તિ આગળ કહે છે કે માણસ માત્ર ભૂલને પાત્ર હોય. હંમેશા માણસથી જ ભૂલ થાય. રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે, એ માણસ ખરાબ નથી. રૂપાલા સાહેબે એમની આખી જિંદગી સેવામાં જ નાખી દીધી, સેવા જ કરી છે એ પણ અઢારે વરણને જોડે રાખી ને…ક્યારેય પણ એમણે પક્ષપાત નથી કર્યો કે પટેલનું સારુ કરીએ પણ એમણે અઢારેય વરણનું સારુ કર્યુ છે.

તો આજે કોઇ પણ માણસ એક ભૂલ કરે ને તો એના સાત કામને વખાણવા પડે, એક ભૂલને ના જોવાની હોય. તમે પહેલા તો ક્ષત્રિય સમાજના આગેવાનોને ઉશ્કેરો છો, આંદોલન કરાવો છો અને આજે હટી જાવ છો. કે આ લોકો આવા છે તેવા એવું બધુ બોલો છો. પહેલા તમે ઉશ્કેરો છો કે તમે આંદોલનમાં જોડાવ અને બહેનોને સપોર્ટ કરો નહિ તો ઘરે ઘરે બંગળીઓ મોકલુ પહેરી લ્યો. તો બેન તમે તમારા સમાજનું પણ સારુ નથી બોલતા તો બીજાનું શું.

પણ પદ્મિની બેન યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઇ હતી. દલિત સમાજ માટે બોલ્યા તા, તો તમને પણ દલિત સમાજે મોટુ મન રાખી માફ કર્યા હતા એ ના ભૂલતા. બેન રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે, એમણે વારંવાર ત્રણથી ચાર વાર માફી માંગી. છત્તાં પણ તમે તમારા નવા નવા વિચારો, નવા નવા આંદોલનો કે હું ભૂખ્યા પેટે બેઠી છું, હું જોહર કરીશ. તો બેન તમે પણ જોહરને બદનામ કર્યુ. જોહર કોને કહેવાય ને, ઇતિહાસો તો અમે પણ વાંચ્યા છે, પહેલા તમે વાંચી લેજો. ને બીજી વસ્તુ કે આજે માણસના કામ બોલે છે, ભાજપ સરકારના કામ બોલે છે.

ત્યારે તેમને લાખો લોકો આજે ચાહે છે. એક ભૂલને ના લેવાની હોય. મારી પાસે એક વીડિયોનું પ્રુફ છે એની અંદર એવું બોલે છે કે અમે આલુ મવાલીની દીકરીઓ નથી, અમે આલુ મવાલીની બાયડીઓ નથી તો શું બીજા બધા સમાજના અમે આલુ મવાલી છે. તમે તમારી જીભ પર કંટ્રોલ રાખો અને પછી બોલો. ક્ષત્રિય સમાજે આટલી હેલ્પ કરી, તમે એમને શું આપ્યુ. બીજી વસ્તુ કે હું ક્ષત્રિય સમાજને એક દિલથી અપીલ કરુ છુ કે મોટુ મન રાખી રૂપાલા સાહેબને માફ કરો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina