15 હજાર પગારવાળા મંત્રીના PS ના નોકરના ઘરેથી મળ્યો રોકડાનો ‘મિની પહાડ’, 30 કરોડ હોવાનું અનુમાન

મંત્રીના PS ના નોકરના ઘરેથી મળ્યો નોટોનો પહાડ, ચૂંટણી વચ્ચે ED ની રેડમાં 30 કરોડ રોકડા મળવાનું અનુમાન- જાણો સમગ્ર મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાંચી, ઝારખંડમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે અને મોટી રકમની રોકડ જપ્ત કરી છે. ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી EDએ જંગી રોકડ જપ્ત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રોકડ 20 થી 30 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. હાલમાં નોટ ગણવાના મશીનો મંગાવવામાં આવી રહ્યા છે.

ED એ કેટલીક યોજનાઓના કાર્યાન્વયનમાં કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલ મની લોન્ડિંગ મામલે ફેબ્રુઆરી 2023માં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વીરેન્દ્ર કે.રામની ધરપકડ કરી હતી. EDનું માનવુ છે કે આ કાળા નાણાંનો ભાગ છે. વાસ્તવમાં, ED 10,000 રૂપિયાના લાંચ કેસની તપાસ કરી રહી હતી અને તે દરમિયાન EDને કેટલીક એવી લિંક્સ મળી હતી જે મંત્રી સાથે જોડાયેલી હોય તેવું લાગી રહ્યું હતું.

EDને માહિતી મળી હતી કે આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા છે. આ પછી, EDએ આલમગીરના અંગત સચિવના નોકરના ઘરે દરોડા પાડ્યા અને ત્યાં આટલી રોકડ જોઈને આશ્ચર્ય થયું. થોડા દિવસ પહેલા જ જ્યારે પીએમ મોદી ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ કાર્યવાહી તેમની રેલીના થોડા દિવસો બાદ થઈ છે જેમાં મોટી રકમની રોકડ મળી આવી છે.

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, ‘ગણતરી થવા દો, આ ગણતરી 50 કરોડ સુધી જશે. સમગ્ર ઝારખંડ સરકાર ભ્રષ્ટાચારમાં ગરકાવ છે. જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ ઝારખંડમાં મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. આઈટીએ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિ ધીરજ સાહુના પરિસરમાંથી રૂ. 350 કરોડથી વધુની રોકડ રિકવર કરી હતી.

તેના જવાબમાં તેણે કહ્યું કે દરોડામાં જે રોકડ મળી છે તે મારી દારૂની કંપનીઓની છે. દારૂનો ધંધો માત્ર રોકડમાં થાય છે અને તેને કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી ત્યારે ભાજપના ધારાસભ્યોએ કહ્યું હતું કે ધીરજ સાહુએ ઝારખંડના સંસાધનોનું શોષણ કરીને અને ગરીબોના અધિકારોનું ઉલ્લંઘન કરીને આ સંપત્તિ એકઠી કરી છે. ભાજપના ધારાસભ્યો ગળામાં પ્લેકાર્ડ પહેરીને વિધાનસભા ગૃહમાં આવ્યા હતા, જેના પર લખ્યું હતું કે કોંગ્રેસ કાળું સામ્રાજ્ય છે.

ત્યારે આલમગીર આલમે ધીરજ સાહુનો બચાવ કર્યો હતો. આલમગીર આલમે ધીરજ સાહુનો બચાવ કરતા કહ્યું કે આ વિધાનસભાની વાત નથી, ભાજપ પોતાની રાજનીતિ ચમકાવવા માટે વિધાનસભાનો એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરી રહી છે, જે યોગ્ય નથી. જણાવી દઈએ કે આલમગીર આલમ ઝારખંડ સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી છે. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક છે. તેઓ 2006થી2009 સુધી વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. વર્ષ 2000માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. આ પહેલા તેઓ હેમંત સોરેન સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

Shah Jina