અચાનક બેભાન થયા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ચૂંટણી સભામાં ભાષણ દરમિયાનની ઘટના- વીડિયો વાયરલ

મહારાષ્ટ્રના યવતમાલમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ચૂંટણી રેલી દરમિયાન બેહોંશ થઇ ગયા. તે ત્યાં NDA ની શિવસેના પ્રત્યાશી રાજશ્રી પાટિલના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા આવ્યા હતા. ગડકરી ભાષણ જ આપી રહ્યા હતા કે અચાનક તેમની તબિયત બગડી અને તે બેહોંશ થઇ ગયા. સ્ટેજ પર હાજર લોકો તેમને હોસ્પિટલ લઇ ગયા. જો કે, ઘટનાની થોડીવાર બાદ નિતિન ગડકરીએ પોસ્ટ શેર કરી જણાવ્યુ કે તે સ્વસ્થ છે.

તેમણે લખ્યુ- રેલી દરમિયાન ગરમીને કારણે અસહજ મહેસૂસ થયુ, પણ હવે પૂરી રીતે સ્વસ્થ છે. આગળની સભામાં સામેલ થવા વરૂડ માટે નીકળી રહ્યો છું. તમારા સ્નેહ અને શુભકામનાઓ માટે ધન્યવાદ. કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરી નાગપુર લોકસભા સીટથી બીજેપીના ઉમેદવાર છે. નાગપુર સીટ પર પહેલા ચરણમાં મતદાન થઇ ચૂક્યુ છે. અહીં ગડકરીનો મુકાબલો કોંગ્રેસના વિકાસ ઠાકરેથી છે.

નિતિન ગડકરી અહીંથી ત્રીજીવાર ચૂંટણી લડી રહ્યા છે. જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી કે જ્યારે ગડકરીની તબિયત અચાનક બગડી હોય. વર્ષ 2018માં પણ મહારાષ્ટ્રના અહેમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓ અચાનક સ્ટેજ પર બેહોંશ થઇ ગયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તેમની સાથે હતા. ગર્વનરે જ તેમને સ્ટેજ પર સંભાળ્યા.

ત્યારે જણાવવામાં આવ્યુ હતુ કે શુગર લેવલ ઓછુ હોવાને કારણે તેમને ચક્કર આવી ગયા હતા. તેમને તરત પાણી પીવડાવવામાં આવ્યુ અને પેંડો ખવડાવવામાં આવ્યો હતો. આ પહેલા પણ એક રેલી દરમિયાન તેમની તબિયત ખરાબ થવાની ખબર આવી હતી. ઉલ્લેખનીય છે કે નિતિન ગડકરી વજન ઘટાડવા માટે ઓપરેશન કરાવી ચૂક્યા છે.

पुसद, महाराष्ट्र में रैली के दौरान गर्मी की वजह से असहज महसूस किया। लेकिन अब पूरी तरह से स्वस्थ हूँ और अगली सभा में सम्मिलित होने के लिए वरूड के लिए निकल रहा हूँ। आपके स्नेह और शुभकामनाओं के लिए धन्यवाद।

Shah Jina