ભારતનું એક એવું રેલવે સ્ટેશન જ્યાં પત્ની ઊભી છે રાજસ્થાનમાં અને પતિ મધ્ય પ્રદેશમાં, છતાં પણ બંને વચ્ચે નથી એક ઇંચનું અંતર, જુઓ વીડિયો

આપણા દેશની એક એવી જગ્યા જ્યાં તમે ઉભા રહેશો તો અડધા રાજસ્થાન અને અડધા મધ્ય પ્રદેશમાં પહોંચી જશો, વીડિયો હેરાન કરી દેશે

Indian Railways Station 2 states : આપણા   ઘણી એવી એવી જગ્યાઓ છે જેના વિશે જેટલું જાણીએ એટલું ઓછું લાગે. ત્યારે ભારતીય રેલવે સ્ટેશન વિશે જોડાયેલી ઘણી હકીકતો એવી હોય છે જે જાણીને પણ આપણા હોંશ ઉડી જાય.  ત્યારે સોશિયલ મીડિયામાં ઘણા એવા વીડિયો પણ વાયરલ થતા હોય છે જેમાં આવી હકીકતો જોવા પણ મળતી હોય છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક રેલવે સ્ટેશન પર બે રાજ્યની સરહદ જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કપલ જ્યારે ભિવાની મંડલી રેલવે સ્ટેશન પર પહોંચ્યું ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયું. તેમણે જોયું કે બે રાજ્યોની સરહદ આ સ્ટેશનને અડીને છે. કપલે તરત જ એક વીડિયો શૂટ કર્યો જેમાં પત્ની રાજસ્થાન તરફ ઉભી હતી જ્યારે પતિ મધ્યપ્રદેશ તરફ ઉભો હતો. બંને વચ્ચે એક ઇંચનું અંતર પણ નહોતું.

આ વીડિયો પૂજા અને અંકિતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયોના કેપ્શનમાં પણ લખ્યું છે કે, “ફન ફેક્ટ- ભવાની મંડી રેલ્વે સ્ટેશન બે રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે વહેંચાયેલું છે. સ્ટેશનનો ઉત્તરી ભાગ મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાં છે અને દક્ષિણ ભાગ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં છે. ”

 

View this post on Instagram

 

A post shared by Pooja & Ankit (@themalangcouple)

આ રેલ્વે સ્ટેશન પર અડધી ટ્રેન રાજસ્થાનમાં છે અને બાકીની અડધી મધ્યપ્રદેશમાં છે. જેના કારણે લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, “એટલે કે ટ્રેનનો એક કોચ રાજસ્થાન આવશે અને બીજો કોચ મધ્યપ્રદેશ જશે?” ત્રીજા યુઝરે મજાકમાં લખ્યું, “તો પછી સ્ટેશનની પેલી બાજુ પાણીની ઘણી સમસ્યા હશે.”

Niraj Patel